20 June, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ પોસ્ટનો સ્ક્રીનશૉટ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
વિયેતનામમાં એક ભારતીય વ્યક્તિએ હૉટેલ બુકિંગ કરાવ્યું ત્યારે તેણે જાહેર કર્યું કે તેણે ટેક્સ સહિત માત્ર 159.02 રૂ. માં રૂમ મેળવ્યો છે, જેનાથી ઇન્ટરનેટ પર ભારે ચર્ચા થઈ.
સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલી એક પોસ્ટમાં, એક ભારતીય પ્રવાસીએ વિયેતનામમાં પોતાનું બજેટ હૉટેલ બુકિંગ શૅર કર્યું, જેમાં ખુલાસો થયો કે તેણે ટેક્સ સહિત માત્ર 159.02 રૂ. માં રૂમ મેળવ્યો. યુઝરે X (અગાઉ ટ્વિટર) પર હૉટેલ લિસ્ટિંગ અને બિલના સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા, જેનાથી આખું સોશિયલ મીડિયા આશ્ચર્યચકિત થઈ ગયું.
વિયેતનામના ફુ ક્વૉકમાં હૉટેલ
બુકિંગ લીફ હૉટેલ ફુ ક્વૉકમાં કરવામાં આવ્યું હતું, અને રૂમ સુપિરિયર ડબલ અથવા ટ્વીન હતો, જેમાં મફત વાઇ-ફાઇ, પાર્કિંગ, 24-કલાક ચેક-ઇન, લગેજ સ્ટૉરેજ અને ક્વીન બેડ અથવા બે સિંગલ બેડનો વિકલ્પ જેવી સુવિધાઓ આપવામાં આવી હતી. લિસ્ટિંગ અનુસાર, આ રૂમ 18 સ્ક્વેર મીટરનો છે અને તેમાં બે લોકો આરામ થી રહી શકે છે.
આશ્ચર્ય તો એ છે કે એક રાત્રિ માટે મૂળ કિંમત 578.24 રૂ. હતી, પરંતુ 75 ટકા ડિસ્કાઉન્ટ પછી, કિંમત ઘટીને 144.56 રૂ. થઈ ગઈ, જેમાં ફક્ત 14.46 રૂ. ટેક્સ અને ફી હતી, જેના કારણે ફાઇનલ બિલ 159.02 રૂ.થઈ ગઈ. નોંધનીય છે કે બિલની ચુકવણી સ્થાનિક ચલણ, 48000 વિયેતનામી ડોંગમાં કરવામાં આવશે, અને તેમાં લાગુ પડતા તમામ VATનો સમાવેશ થશે.
આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ, યુઝર્સે તેની કિંમત પર આશ્ચર્યચકિત થઈને પ્રતિક્રિયા આપી. ઘણા લોકોએ પ્રવાસીના નસીબ અને સમયની પ્રશંસા કરી, જ્યારે અન્ય લોકોએ યુઝરને હેક્સ શૅર કરવાનું કહ્યું.
સોશિયલ મીડિયા પ્રતિક્રિયા
એક યુઝરે કમેન્ટ કરતાં કહ્યું `મેં વારંવાર પોસ્ટને તપાસી, ખૂબ જ વિચિત્ર છે કે એક હૉટેલ રૂમના માત્ર 159 રૂ. જ, એ પણ કમિશન સહિત, જે રૂમ માટે સંચાલન ખર્ચ માટે પણ પૂરતું નથી, તે આવક વ્યવસ્થાપનની ભૂલ હશે અથવા અન્ય હૉટલ્સ સાથેના કોમ્પિટિશન કરવા માટે હશે. સમય જ સાચું બહાર લાવશે.`
બીજા એક વ્યક્તિએ નોંધ્યું, `આ પે-એટ-પ્રોપર્ટી બુકિંગ છે, આ કિમત માટે ચેક ઇન કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરવાની શક્યતા વધુ છે." ત્યારે બીજા યુઝરે લખ્યું `ઇતને પે તો કોફી ભી ના મિલે` (આટલી કિમતમાં તો કોફી પણ નથી મળતી). એક યુઝરે કમેન્ટ કરી, `ફુ ક્વોકમાં ઘણી બધી હૉટલ્સ છે તેથી ઓછો ભાવ હશે`.
આટલા ઓછા ભાવે ફોરેનમાં હૉટેલ બૂકિંગ થવી એ ખૂબ આશ્ચર્યની વાત છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ અને લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.