ધોમધખતા તાપથી બચવા ટેન્ટની સાથે જ વરઘોડો નીકળ્યો

19 April, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાથી અને ઊંટની સાથે ભરબપોરે શાનદાર વરઘોડો નીકળ્યો છે,

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

ભારતમાં ઠેર-ઠેર ગરમી માઝા મૂકી રહી છે. ભીષણ ગરમી વચ્ચે પણ અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે જાનૈયાઓ તાપથી બચવાના અનોખા રસ્તા અપનાવી રહ્યા છે. ખાસ કરીને જ્યારે દિવસના સમયે વરઘોડો કાઢવાનો હોય ત્યારે જાનૈયાઓને પસીનો છૂટી જાય છે. જો તમને પણ આવું થતું હોય તો ઇન્સ્ટાગ્રામના wedding_editx અકાઉન્ટ પરથી શૅર થયેલી એક ક્લિપ મજાની છે. હાથી અને ઊંટની સાથે ભરબપોરે શાનદાર વરઘોડો નીકળ્યો છે, પણ કોઈને ડાયરેક્ટ તાપ અડતો નથી. એ માટે જાયન્ટ મંડપ જેવો તંબુ ક્રીએટ કરવામાં આવ્યો છે અને કેટલાક લોકો એને ચોતરફથી ઊંચકીને રસ્તા પર ચાલી રહ્યા છે. એ મંડપની અંદર જાનૈયાઓ આરામથી નાચ-ગાન કરીને મહાલી રહ્યા છે. 

offbeat news national news india social media