સાઉથ કોરિયાની સરકાર બાળક પેદા કરવા પર પણ લાખો રૂપિયાની મદદ કરે છે

13 September, 2025 04:30 PM IST  |  South korea | Gujarati Mid-day Correspondent

સાઉથ કોરિયામાં બર્થ-રેટ બહુ જ ઓછો છે. અહીંના લોકો લગ્ન અને બાળકોનું પ્લાનિંગ બહુ મોડેથી કરે છે એટલે ૨૦૨૦ની સાલથી સરકાર યુગલોના ફૅમિલી પ્લાનિંગને સરળ બનાવવા માટે આવી યોજનાઓ ચલાવે છે.

સાઉથ કોરિયાની સરકાર બાળક પેદા કરવા પર પણ લાખો રૂપિયાની મદદ કરે છે

સાઉથ કોરિયામાં રહેતી ભારતીય મૂળની એક મહિલાએ સોશ્યલ મીડિયા પર પોતાનો અનુભવ શૅર કરીને લખ્યું હતું કે પ્રેગ્નન્સીમાં તેને સરકાર તરફથી લાખો રૂપિયા મળ્યા હતા. એ વિડિયો જોઈને હવે લોકો ભારતમાં પણ આવી યોજનાની ડિમાન્ડ કરી રહ્યા છે. વાત એમ છે કે આ મહિલાનાં લગ્ન એક સાઉથ કોરિયન નાગરિક સાથે થયાં છે. જ્યારે તે પ્રેગ્નન્ટ છે એવી પુષ્ટિ થઈ ત્યારે કોરિયન સરકારે લગભગ ૬૩,૦૦૦ રૂપિયા આપ્યા હતા. આ પૈસા ડૉક્ટરનું નિયમિત ચેકઅપ, દવાઓ અને અન્ય જરૂરિયાતો માટે હતા. આ ઉપરાંત સરકારે ૪૪,૦૦૦ રૂપિયા આપ્યા જેથી તે બસ અને ટ્રેન જેવી પબ્લિક સુવિધાઓનો ઉપયોગ આરામથી કરી શકે. એટલું જ નહીં, બાળકનો જન્મ થયો ત્યારે કોરિયન સરકારે નવા બનેલા પેરન્ટ્સને ૧.૨૬ લાખ રૂપિયા આપ્યા. આ બધી મદદ કંઈ વનટાઇમ નહોતી. મહિલાના કહેવા મુજબ બાળકના આવ્યા પછી દર મહિને તેને ૬૩,૦૦૦ રૂપિયા અને બીજા વર્ષે ૩૧,૦૦૦ રૂપિયા મળતા રહ્યા. બે વર્ષ પછી બાળક આઠ વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને ૧૨,૬૦૦ રૂપિયા આપવાનો વાયદો કર્યો છે. સાઉથ કોરિયામાં બર્થ-રેટ બહુ જ ઓછો છે. અહીંના લોકો લગ્ન અને બાળકોનું પ્લાનિંગ બહુ મોડેથી કરે છે એટલે ૨૦૨૦ની સાલથી સરકાર યુગલોના ફૅમિલી પ્લાનિંગને સરળ બનાવવા માટે આવી યોજનાઓ ચલાવે છે.

south korea international news offbeat news world news news