08 November, 2026 11:42 AM IST | Japan | Gujarati Mid-day Correspondent
૪૦,૦૦૦ રૂપિયાનું ઓશીકું
જપાન ફરવા ગયેલી ભારતની વિપંદીપ કૌર નામની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ યુવતીએ ગરદનની પીડાથી રાહત મેળવવા માટે એક ખાસ ઓશીકું ખરીદ્યું હતું. જૅપનીઝ બ્રૅન્ડ નિશિકાવા એ ૪૦૦ વર્ષ જૂનો હિસ્ટોરિકલ સ્ટોર છે. અહીં ગરદન, ખભા, કરોડરજ્જુના મણકાના માપના હિસાબે ખાસ વ્યક્તિની જરૂરિયાત મુજબ ગાદી, તકિયા અને ઓશીકાં બનાવી આપવામાં આવે છે. વિપંદીપે આ બ્રૅન્ડ પાસેથી એક ઓશીકું બનાવડાવ્યું હતું જેની કિંમત છે લગભગ ૪૪,૦૦૦ જૅપનીઝ યેન એટલે કે ભારતના ૪૦,૦૦૦ રૂપિયા. આ કસ્ટમાઇઝ્ડ ઓશીકું ખરીદ્યા પછી બહેન ખૂબ ખુશ છે. તેનું કહેવું છે કે ‘મેં આ પહેલાં ઊંઘને ક્યારેય આટલું મહત્ત્વ નહોતું આપ્યું. લૅપટૉપ પર લાંબા કલાકો કામ કરવાને કારણે અને મોબાઇલના વપરાશને કારણે મને ગરદનમાં ખૂબ જ દુખાવો રહેતો હતો. જેમ-જેમ ઉંમર વધે છે એમ ગરદન પર વધુ બોજ આવી રહ્યો છે. મને સૂવું ખૂબ જ ગમે છે એટલે આ ઓશીકું તો સારી ઊંઘ માcharteટેનું ઇન્વેસ્ટમેન્ટ છે. આ ખોટો ખર્ચ નથી.’