રામમંદિરથી પ્રેરિત ૩૪ લાખ રૂપિયાની લક્ઝરી વૉચ

27 July, 2024 02:19 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

એનાં ફક્ત ૪૯ મૉડલ બનાવવામાં આવ્યાં છે અને એમાંથી ૩૫ વેચાઈ ગયાં છે.

વૉચ

ભગવાન શ્રીરામ અને અયોધ્યાના રામમંદિરથી પ્રેરિત થઈને સ્વિટ્ઝરલૅન્ડની લક્ઝરી વૉચ બનાવતી જેકબ ઍન્ડ કંપનીએ લક્ઝરી વૉચ બનાવી છે. આ લિમિટેડ એડિશન વૉચ છે જેમાં રામમંદિર, હનુમાન અને ભગવાન શ્રીરામ છે. એનાં ફક્ત ૪૯ મૉડલ બનાવવામાં આવ્યાં છે અને એમાંથી ૩૫ વેચાઈ ગયાં છે. આ વૉચની કિંમત ૩૪ લાખ રૂપિયા છે. એમાં ૯ વાગ્યે રામમંદિર અને ૬ વાગ્યે જય શ્રીરામ લખેલું દેખાય છે. હનુમાનજી ભગવાન શ્રીરામની ભક્તિમાં લીન જોવા મળે છે. ભગવાન શ્રીરામ ધનુષ ચલાવતા જોવા મળે છે. આ વૉચ ઇન્ડિયન કલ્ચર અને લોકોની ભાવના તથા ભક્તિને ખાસ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી તેમ જ આ વૉચનો કલર પણ ભગવો રાખવામાં આવ્યો છે જે હિન્દુત્વનો રંગ છે.

switzerland ayodhya ram mandir life masala