ચીનમાં કૅમેરા બનાવતી કંપનીએ કર્મચારીઓને બોનસમાં સોનાની કી-બોર્ડ કૅપ્સ ગિફ્ટ આપી

16 November, 2025 02:57 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનમાં ૩૬૦ ડિગ્રી કૅમેરા બનાવતી ટેક કંપની ઇન્સ્ટા360 છેલ્લાં ૪ વર્ષથી એના કર્મચારીઓને તેમની મહેનતના પ્રતીક તરીકે કી-બોર્ડની સોનાની કી-કૅપ્સથી ગિફ્ટ આપે છે. ચીનના શેનઝેનમાં આવેલી આ કંપનીને લોકો હવે ગોલ્ડ ફૅક્ટરી તરીકે પણ જાણવા લાગ્યા છે.

ચીનમાં કૅમેરા બનાવતી કંપનીએ કર્મચારીઓને બોનસમાં સોનાની કી-બોર્ડ કૅપ્સ ગિફ્ટ આપી

ચીનમાં ૩૬૦ ડિગ્રી કૅમેરા બનાવતી ટેક કંપની ઇન્સ્ટા360 છેલ્લાં ૪ વર્ષથી એના કર્મચારીઓને તેમની મહેનતના પ્રતીક તરીકે કી-બોર્ડની સોનાની કી-કૅપ્સથી ગિફ્ટ આપે છે. ચીનના શેનઝેનમાં આવેલી આ કંપનીને લોકો હવે ગોલ્ડ ફૅક્ટરી તરીકે પણ જાણવા લાગ્યા છે. આ વર્ષે કંપનીએ ૨૧ કર્મચારીઓને સોનાની કી-કૅપ્સ ભેટમાં આપી હતી. સ્પેસબાર માટે બનાવેલી સૌથી મોટી કી-કૅપનું વજન ૩૫.૦૨ ગ્રામ છે અને એની કિંમત આશરે ૪૫,૦૦૦ ડૉલર (આશરે ૪૦ લાખ રૂપિયા) છે. અત્યાર સુધીમાં કંપનીએ એના કર્મચારીઓને કુલ પંચાવન સોનાની કી-કૅપ્સ આપી છે. સોનાના વધતા ભાવને કારણે આ કી-કૅપ્સની કિંમત હવે બમણી થઈ ગઈ છે. આ ભેટ ફક્ત કર્મચારીઓ માટે બોનસ જ નહીં પરંતુ તેમની મહેનત અને સમર્પણની ઓળખ પણ છે. જુલાઈમાં કંપનીએ એની દસમી વર્ષગાંઠની ઉજવણી કરી ત્યારે દરેક કર્મચારી અને ઇન્ટર્નને ગોલ્ડ બ્લાઇન્ડ બૉક્સ આપ્યું હતું. આ બૉક્સમાં વિવિધ ડિઝાઇનવાળાં ૦.૩૬ ગ્રામ શુદ્ધ સોનાનાં સ્ટિકરો હતાં. એમાં એક સુંદર સંદેશ પણ હતો કે ‘જે ચમકે છે એ ફક્ત સોનું નથી, એ તમે છો.’ આ સંદેશ કર્મચારીઓને અહેસાસ કરાવે છે કે સાચી તેજસ્વિતા ફક્ત સોનામાં નહીં, પરંતુ તેમની મહેનત અને પ્રતિભામાં રહેલી છે.

china beijing technology news tech news social media offbeat videos offbeat news