આઇરિશ ભાઈને લાગ્યો ૨૧૨૦ કરોડ રૂપિયાનો જૅકપૉટ, અનેક સેલિબ્રિટીઝ કરતાં પણ તેની નેટવર્થ હવે વધુ થઈ ગઈ

20 June, 2025 01:02 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

જોકે આઇરિશ નૅશનલ લૉટરીના ચીફ એક્ઝિક્યુટિવનું કહેવું છે કે આ જૅકપૉટ ક્લેમ કર્યા પછી વિનરની નેટવર્થ અનેક સ્થાનિક સેલિબ્રિટીઝ કરતાં વધુ થઈ જશે.

પ્રતીકાત્મક તસવીર

યુરોપનો અત્યાર સુધીનો સૌથી મોટો યુરોમિલ્યન્સ જૅકપૉટ એક આઇરિશ ભાઈને લાગ્યો છે. તેને એક જ લકી ટિકિટથી આ જૅકપૉટમાં ૨૧૨૦ કરોડ રૂપિયા મળશે. આ એક ઐતિહાસિક જીત છે કેમ કે યુરોપમાં આ પહેલાં ક્યારેય આટલું મોટું લૉટરી પ્રાઇઝ એક વ્યક્તિના ફાળે ગયું હોય એવું બન્યું નથી. સુરક્ષાના હેતુથી જૅકપૉટ જીતનાર આઇરિશ નાગરિકનું નામ જાહેર કરવામાં નથી આવ્યું. જોકે આઇરિશ નૅશનલ લૉટરીના ચીફ એક્ઝિક્યુટિવનું કહેવું છે કે આ જૅકપૉટ ક્લેમ કર્યા પછી વિનરની નેટવર્થ અનેક સ્થાનિક સેલિબ્રિટીઝ કરતાં વધુ થઈ જશે. પૉપસ્ટાર દુઆ લિપા કે સ્થાનિક ફુટબૉલરો કરતાં પણ વધુ અમીર આઇરિશ વિનર બની જશે.

europe international news news world news offbeat news social media