કેરળમાં શરૂ થઈ ઇસ્લામિક શરિયા જિમ! નો મ્યુઝિક, હિજાબ ફરજિયાતની જાહેરાતથી વિવાદ

04 June, 2026 02:57 PM IST  |  Kerala | Gujarati Mid-day Online Correspondent

જીમના માલિકે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પ્રસ્તાવિત ફેરફારો અંગે વિગતો શૅર કરી. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું: "આ જીમ ઇસ્લામિક નિયમો (શરિયા) અનુસાર ચલાવવામાં આવશે. જિમમાં કોઈ મ્યુઝિક હશે નહીં. મહિલાઓને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેવા ફરજિયાત છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

કેરલમ (પૂર્વે કેરળ)ના પલક્કડ જિલ્લામાં સ્થિત એક ફિટનેસ સેન્ટર (જિમ) દ્વારા કરવામાં આવેલી જાહેરાત સોશિયલ મીડિયા પર વિવાદનો વિષય બની છે. પુથુનગરમ વિસ્તારમાં સ્થિત આ જીમના માલિકે જણાવ્યું છે કે તે તેની આ જિમ ‘ઇસ્લામ-ફ્રેન્ડલી’ જીમ તરીકે ચલાવવા માગે છે. એવું જાણવા મળ્યું છે કે આ જીમ લગભગ 15 વર્ષથી કાર્યરત છે. જીમના માલિકે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પ્રસ્તાવિત ફેરફારો અંગે વિગતો શૅર કરી. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું: "આ જીમ ઇસ્લામિક નિયમો (શરિયા) અનુસાર ચલાવવામાં આવશે. જિમમાં કોઈ મ્યુઝિક હશે નહીં. મહિલાઓને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેવા ફરજિયાત છે. પુરુષો અને સ્ત્રીઓ એકસાથે ટ્રેનિંગ કરી શકશે નહીં."

જીમમાં અમલમાં મૂકવામાં આવેલા નિયમો

સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલી માહિતી અનુસાર, જીમમાં વર્કઆઉટ દરમિયાન મ્યુઝિક વગાડવામાં આવશે નહીં. વધુમાં, સભ્યોએ શરિયા મુજબ આધારિત ડ્રેસ કોડનું પાલન કરવાની જરૂર પડશે. જીમના માલિકે જણાવ્યું હતું કે, ઇસ્લામિક શિક્ષણ અનુસાર, કસરત દરમિયાન શરીરના તે ભાગોને ‘અવરાહ’ કે ઔરત તરીકે ગણવામાં આવે છે તે આવરી લેવા ફરજિયાત રહેશે. મહિલાઓ માટે સાધારણ પોશાક અંગેના નિયમો લાગુ કરવામાં આવશે, જેમાં હિજાબ પહેરવા માટે પણ કહેવામાં આવશે. વધુમાં, પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ તાલીમ સમય હશે. સ્ત્રી અને પુરુષોને એકસાથે જિમ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. માલિકનો દાવો છે કે આ જિમ પ્રદેશમાં હશે જે ખાસ કરીને ઇસ્લામિક મૂલ્યો સાથે સુસંગત બનાવવા માટે બનાવવામાં આવ્યું છે.