૨૪ કૅરૅટ સોનાના વરખવાળું ૫૧,૦૦૦ રૂપિયે કિલો મળતું રૉયલ ઘેવર

14 August, 2026 03:10 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

જયપુરમાં તીજ પહેલાં ‘સ્વર્ણ શૃંગાર ઘેવર’ ચર્ચામાં આવ્યો છે. અસલી સોનાના વરખ, ઈરાનના કેસર, પ્રીમિયમ પિસ્તા અને બદામથી તૈયાર આ રૉયલ ઘેવરની કિંમત કિલોદીઠ ₹51,000 છે.

૨૪ કૅરૅટ સોનાના વરખવાળું ૫૧,૦૦૦ રૂપિયે કિલો મળતું રૉયલ ઘેવર

જયપુરમાં તહેવારોની સીઝનમાં રૉયલ મીઠાઈઓ માર્કેટમાં મુકાવા લાગી છે. ખાસ કરીને તીજના તહેવાર માટે એક લક્ઝરી મીઠાઈવાળાએ રૉયલ ઘેવર બહાર પાડ્યું છે. આ મીઠાઈમાં અસલી સોનાનો વરખ લગાડવામાં આવ્યો છે. એમાં ઈરાનનું અસલી કેસર વપરાયું છે. પિસ્તા અને બદામ પણ પ્રીમિયમ ક્વૉલિટીનાં છે. રાજસ્થાની હૅન્ડક્રાફ્ટેડ મીઠાઈ તરીકે આ રૉયલ ઘેવર ૫૧,૦૦૦ રૂપિયે કિલો વેચાય છે. એક પીસ જ ઘેવર જોઈતું હોય તો એ પણ કસ્ટમમેડ બનાવી આપે છે. ૩૦૦થી ૫૦૦ ગ્રામના એક રૉયલ ઘેવરનો પીસ ૨૧,૦૦૦ રૂપિયામાં વેચાય છે. જયપુરમાં આ મીઠાઈને સ્વર્ણ શૃંગાર ઘેવર કહેવાય છે.

jaipur rajasthan news offbeat news hatke news