17 September, 2025 12:18 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
જપાનની કુલ વસ્તી ૧૨.૪ કરોડની છે અને એમાંથી ૦.૮૧ ટકા લોકોએ જીવનની સદી મારી લીધી છે. જપાનના સ્વાસ્થ્યપ્રધાન તાકામારો ફુકોકાએ ગયા અઠવાડિયે જાહેર કરેલા આંકડાઓ મુજબ ૮૭,૭૮૪ મહિલાઓ અને ૧૧,૯૭૯ પુરુષો ૧૦૦ વર્ષથી વધુ વયનાં થઈ ચૂક્યાં છે. મલતબ કે આ શતકવીરોમાં ૮૮ ટકા મહિલાઓ છે. ફરી એક વાર જપાન સૌથી વધુ સેન્ચુરિયનો ધરાવતો દેશ થઈ ગયો છે. આ લગાતાર પંચાવનમું વર્ષ છે જ્યારે સૌથી વધુ સેન્ચુરિયનો જપાનમાં નોંધાયા હોય.