કપડાં ધોવાના વૉશિંગ મશીનની જેમ માણસોનું બાથિંગ મશીન જપાનમાં

01 December, 2025 02:50 PM IST  |  Osaka | Gujarati Mid-day Correspondent

૨.૩ મીટર લાંબા આ મશીનમાં તમારે જસ્ટ જઈને બેસી જવાનું. સાબુ ચોળવાની કે શરીર ઘસવાની કે પાણીથી ધોવાની જરૂર જ નહીં

હ્યુમન વૉશિંગ મશીન

જપાનમાં ફ્યુચરિસ્ટિક આઇડિયાઝ ધરાવતી ટેક્નૉલૉજી અને ઇનોવેશન્સ આકાર લેતાં હોય છે. તાજેતરમાં ઓસામામાં યોજાયેલા એક્સ્પોમાં ફ્યુચર હ્યુમન વૉશિંગ મશીન રજૂ થયું છે. ૨.૩ મીટર લાંબા આ મશીનમાં તમારે જસ્ટ જઈને બેસી જવાનું. સાબુ ચોળવાની કે શરીર ઘસવાની કે પાણીથી ધોવાની જરૂર જ નહીં. અંદર હાઈ-પ્રેશર નોઝલ્સ, માઇક્રોબબલ્સ અને અલ્ટ્રા-ફાઇન સ્પ્રે બધું જ થાય છે. શરીરની ઉપરની ત્વચા પાણીથી બરાબર સાફ થઈ જાય એટલે મશીન આપમેળે ડ્રાયર મોડમાં આવી જાય છે અને આપમેળે શરીર એક જ મિનિટમાં સુકાઈ જાય છે. 
આ હ્યુમન વૉશિંગ મશીન જપાનમાં લગભગ ઘણા વખતથી ફ્યુચર ટેક્નૉલૉજી એક્ઝિબિશન્સમાં રજૂ થતું આવ્યું છે, પરંતુ હજી એ વેચાવા માટે માર્કેમાં મુકાયું નથી.  

japan offbeat news international news world news