જૅપનીઝ સ્ટુડન્ટ્સ પણ માગે છે પરીક્ષામાં પાસ કરી દેવાની મન્નત

22 February, 2026 02:49 PM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

વિદ્યાર્થીઓને આખું વર્ષ ભણ્યા પછી પરીક્ષામાં માર્ક્સ કેવા આવશે એની ચિંતા રહેતી હોય છે

ટોક્યોનું યુશિમા તેન્માગુ મંદિર

વિદ્યાર્થીઓને આખું વર્ષ ભણ્યા પછી પરીક્ષામાં માર્ક્સ કેવા આવશે એની ચિંતા રહેતી હોય છે. આપણે ત્યાં દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ સારા માર્ક્સ માટે જાતજાતની માનતા રાખતા હોય છે. એવું જ કંઈક જપાનમાં પણ થાય છે. વાર્ષિક એક્ઝામ પહેલાં ટોક્યોના યુશિમા તેન્માગુ મંદિરમાં વિદ્યાર્થીઓ અને તેમના પેરન્ટ્સ પણ ખાસ પ્રભુને સફળતા માટેની વિનંતી લખીને લાકડાના નાના કેસમાં બંધ કરીને શ્રદ્ધાપૂર્વક મૂકી જાય છે. છેલ્લાં થોડાંક વર્ષોમાં આ માનતાનું ચલણ વધી રહ્યું છે. 

offbeat news japan international news world news tokyo culture news religious places