23 November, 2025 01:56 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
જેફ બેઝોસનાં પત્ની લૉરેન સાંચેઝ
ઍમેઝૉનના અબજોપતિ સ્થાપક જેફ બેઝોસનાં પત્ની લૉરેન સાંચેઝ ડિઝાઇનર વસ્તુઓ અને પોતાનાં કપડાં પાછળ દર મહિને ૧૦ લાખ ડૉલર (આશરે ૮.૯ કરોડ રૂપિયા)નો ખર્ચ કરે છે. ભૂતપૂર્વ
ન્યુઝ-ઍન્કર ફૅશનને કામનો એક ભાગ માને છે અને ડ્રેસિંગને ફુલ ટાઇમ પ્રોડક્શન ગણે છે. તેમના સંગ્રહમાં ડીઓર, કાર્ટિયર જ્વેલરી અને બાલમેઇનના કસ્ટમ અને વિન્ટેજ ઉત્પાદનોનો સમાવેશ હોવાનું માનવામાં આવે છે.
જેફ બેઝોસનાં પાર્ટનર બોલ્ડ, હાઇ-એન્ડ લુક માટે જાણીતાં છે અને દેખીતી રીતે જેફને તેમની ગ્લૅમરસ સ્ટાઇલથી ઑબ્સેસ્ડ રાખે છે. તેમનાં અને જેફ બેઝોસનાં લગ્ન વેનિસમાં થયાં હતાં અને ત્રણ દિવસ ચાલેલાં આ લગ્નની ઉજવણી પાછળ ૧૦ મિલ્યન ડૉલર (આશરે ૮૮.૭ કરોડ રૂપિયા)નો ખર્ચ થયો હતો.
પોતાની જેટ-સેટિંગ જીવનશૈલી અને બોલ્ડ ફૅશન પસંદગી માટે જાણીતાં લૉરેન સાંચેઝ તેમનાં કપડાંને જાહેર વ્યક્તિત્વનો આવશ્યક ભાગ માને છે. તેમની એક હૅન્ડબૅગની કિંમત આશરે ૧૦,૦૦૦ ડૉલર (આશરે ૮.૮૭ લાખ રૂપિયા) છે. લૉરેન સાંચેઝ ઍમી અવૉર્ડ વિજેતા ભૂતપૂર્વ પત્રકાર છે અને ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’નાં બેસ્ટ સેલિંગ લેખિકા સાથે હેલિકૉપ્ટરનાં પાઇલટ પણ છે. તેઓ બેઝોસ અર્થ ફન્ડનાં વાઇસ ચૅરમૅન છે.