21 December, 2025 12:00 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
દીકરાના શબને ઘરે પાછું લઈ જવા માટે પિતાએ હૉસ્પિટલને ઍમ્બ્યુલન્સ આપવાની વિનંતી કરી, પણ કોઈએ સાંભળ્યું નહીં
ઝારખંડના ચાઇબાસા ગામમાં મોતનો મલાજો પણ પાળખવામાં નથી આવતો. સામાન્ય રીતે હૉસ્પિટલમાં મૃત્યુ થાય તો મૃતદેહને ઘરે પાછો લાવવા માટે ઍમ્બ્યુલન્સ કે શબવાહિનીની વ્યવસ્થા હોય છે, પરંતુ આ ગામમાં એવી વ્યવસ્થા હતી, પરંતુ એ માટે મોટી ફી વસૂલવામાં આવતી હતી. વાત એમ હતી શુક્રવારે દીકરાની તબિયત બગડતાં ડિમ્બા ચત્તોમ્બા નામના પિતા તેને બસમાં ૭૦ કિલોમીટર દૂર આવેલી સિવિલ હૉસ્પિટલ લઈ ગયા હતા. સારવાર દરમ્યાન એ જ સાંજે ચાર વાગ્યે દીકરાનું મૃત્યુ થઈ ગયું. એ પછી દીકરાના શબને ઘરે પાછું લઈ જવા માટે પિતાએ હૉસ્પિટલને ઍમ્બ્યુલન્સ આપવાની વિનંતી કરી, પણ કોઈએ સાંભળ્યું નહીં. જે લોકોએ વ્યવસ્થા કરી આપવાની વાત કરી તેઓ ખૂબ પૈસા માગી રહ્યા હતા એટલે પિતા દીકરાના શબને ઝોળીમાં ભરીને બસમાં ઘરે ગયા હતા.