✕

૧૦૦૦ સુધીના પલાખા કડકડાટ છે ૧૨ વર્ષના આ ટ્‍વિન બ્રધર્સને

19 November, 2026 01:05 PM IST  |  Jharkhand | Gujarati Mid-day Correspondent

ઝારખંડના એક ટ્‍વિનબ્રધર્સ એટલા પ્રતિભાશાળી છે કે માત્ર ૧૨ વર્ષની ઉંમરે તેમના નામે ૩૬ વર્લ્ડ રેકૉર્ડ નોંધાયા છે. વિરાટ માકેન અને વિરાજ માકેન નામના બે ભાઈઓ ગણિત અને જનરલ નૉલેજના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવે છે.

૧૨ વર્ષે ૩૬ વર્લ્ડ રેકૉર્ડ્સ

ઝારખંડના એક ટ્‍વિનબ્રધર્સ એટલા પ્રતિભાશાળી છે કે માત્ર ૧૨ વર્ષની ઉંમરે તેમના નામે ૩૬ વર્લ્ડ રેકૉર્ડ નોંધાયા છે. વિરાટ માકેન અને વિરાજ માકેન નામના બે ભાઈઓ ગણિત અને જનરલ નૉલેજના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવે છે. બન્નેનું નામ લિમકા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં નોંધાઈ ચૂક્યું છે. મૅથ્સની વિવિધ ફૉર્મ્યુલા ઝડપભેર કરવામાં બન્ને ભાઈઓ પાવરધા છે એટલે આ માટે લગભગ ૩૬ વર્લ્ડ રેકૉર્ડ્‍સ તેમના નામે છે.

સામાન્ય રીતે બાળકોને એકથી ૨૫ સુધીના પલાખા શીખવવામાં આવે છે, પણ વિરાટ-વિરાજને ૧૦૦૦ સુધીના પલાખા કડકડાટ આવડે છે. તેઓ ઊલટા ક્રમમાં પણ પલાખા બોલી શકે છે. એકથી પ૦૦ સુધીની સંખ્યાના વર્ગ અને ઘન સ્વરૂપ તેમ જ મોટી સંખ્યાઓના ત્વરિત ગુણાકાર કરવામાં પણ તેમણે રેકૉર્ડ બનાવ્યો છે. બન્ને ભાઈઓ કલકત્તાની ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યુટમાં ગેસ્ટ તરીકે ગણિતની આંટીઘૂંટીઓ વિશે ભણાવી ચૂક્યા છે.

jharkhand limca book of records national news india offbeat news