27 June, 2025 04:42 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
કર્ણાટકના બસવનહલ્લી ગામના સુરેશ નામના માણસે ૨૦૨૧માં તેની પત્ની મલ્લિગે ગુમ થઈ ગઈ છે એવી ફરિયાદ પોલીસમાં કરી હતી. એક વર્ષ સુધી પત્ની મળી નહીં, પરંતુ તેના ગામથી થોડેક દૂર એક મહિલાનું કંકાલ મળી આવ્યું. એ વિસ્તારમાં કોઈ ખોવાયેલી વ્યક્તિની ફરિયાદ નહોતી એટલે પોલીસને સંદેહ થયો કે આ જ કદાચ મલ્લિગે હશે. કંકાલનું પરીક્ષણ કરાવ્યા વિના જ પોલીસે સુરેશને ગિરફતાર કરી લીધો અને તેણે જ પત્નીની હત્યા કરી છે એવો આરોપ લગાવ્યો. સુરેશ આ આરોપ સાથે ૧૮ મહિના જેલમાં રહ્યો. જોકે તાજેતરમાં સુરેશના દોસ્તોએ મલ્લિગેને એક રેસ્ટોરાંમાં ભોજન કરતી જોતાં કહાણીમાં ટ્વિસ્ટ આવ્યો. જે પત્ની જીવતી છે એ માટે પતિને જેલની સજા થઈ એ બાબતે પોલીસ પાસે કોઈ જવાબ નહોતો. સુરેશને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો, પરંતુ હવે સુરેશ પોતાના પર બેબુનિયાદ આરોપો લગાવીને જીવનનાં બે વર્ષ બગાડવા અને સમાજમાં નીચાજોણું કરાવવા બદલ પોલીસ અને કોર્ટની સામે ચડ્યો છે. તેણે પોતાને ખોટી રીતે ફસાવવા બદલ કોર્ટ પાસેથી વળતર પેટે પાંચ કરોડ રૂપિયા માગ્યા છે.