મોબાઇલ પર ગેમ રમવાના પૈસા ન આપ્યા એટલે ટીનેજરે પપ્પા અને બહેનને મારી નાખ્યાં

10 June, 2026 12:12 PM IST  |  karnataka | Gujarati Mid-day Correspondent

કર્ણાટકના કોપ્પલમાં એક ટીનેજરની મોબાઇલ ગેમિંગની લતે હર્યાભર્યા પરિવારને તબાહ કરી નાખ્યો

પ્રતીકાત્મક તસવીર

કર્ણાટકના કોપ્પલમાં એક ટીનેજરની મોબાઇલ ગેમિંગની લતે હર્યાભર્યા પરિવારને તબાહ કરી નાખ્યો. ગંગાવતી તાલુકાના અયોધ્યા ગામમાં ૧૭ વર્ષના એક છોકરાને મોબાઇલ ગેમ રમવાની લત હતી. તેને ગેમ રમવા માટે પૈસા જોઈતા હતા, પણ તેના પપ્પા અને મોટી બહેને તેને ના પાડી. એ વાતથી ગુસ્સે ભરાયેલા ટીનેજરે ચાકુ હુલાવીને પિતા અને બહેનની હત્યા કરી દીધી. તે એટલો ગુસ્સામાં હતો કે તેને રોકવા વચ્ચે પડેલી માને પણ ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી. પરિવારજનો પર હુમલો કર્યા પછી ગભરાઈ ગયેલા ટીનેજરે પોતે પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જોકે ઘરમાં થઈ રહેલી ચીસાચીસ સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં મા-દીકરાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ ઘટના શનિવારે રાતે ૧૦.૩૦ વાગ્યે બની હતી. દીકરાની મોબાઇલ ગેમિંગની લતને કારણે ૪૫ વર્ષના વેન્કટા નાયડુ અને તેની ૧૯ વર્ષની દીકરી પ્રગતિએ જીવ ગુમાવવો પડ્યો હતો.

offbeat news karnataka india national news Crime News