કેરલામાં બિઅરની બૉટલથી બનેલા ક્રિસમસ-ટ્રીને કારણે મચી બબાલ

25 December, 2025 03:07 PM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

ઇકો-ફ્રેન્ડ્લી મટીરિયલથી ક્રિસમસ-ટ્રી બનાવવાનો આજકાલ ટ્રેન્ડ છે. કેરલાના ત્રિશુરમાં એક મેમોરિયલ પાસે બિઅરની ખાલી બૉટલોથી ક્રિસમસ-ટ્રી બનાવવામાં આવ્યું હતું. જોકે એ જોઈને સ્થાનિક રાજકારણીઓએ વિરોધ-પ્રદર્શન શરૂ કરી દીધું હતું.

કેરલામાં બિઅરની બૉટલથી બનેલા ક્રિસમસ-ટ્રીને કારણે મચી બબાલ

ઇકો-ફ્રેન્ડ્લી મટીરિયલથી ક્રિસમસ-ટ્રી બનાવવાનો આજકાલ ટ્રેન્ડ છે. કેરલાના ત્રિશુરમાં એક મેમોરિયલ પાસે બિઅરની ખાલી બૉટલોથી ક્રિસમસ-ટ્રી બનાવવામાં આવ્યું હતું. જોકે એ જોઈને સ્થાનિક રાજકારણીઓએ વિરોધ-પ્રદર્શન શરૂ કરી દીધું હતું. તેમનું કહેવું છે કે એનાથી સમાજમાં ખોટો સંદેશ જશે. ક્રિસમસ-ટ્રીને લીલા રંગની બિઅરની બૉટલોથી કૉન આકારનો શેપ આપવામાં આવ્યો હતો. એના પર લાલ રંગના સ્ટાર લગાવ્યા હતા. ઇકો-ફ્રેન્ડ્લી અને વેસ્ટમાંથી ક્રિસમસ-ટ્રી બનાવવાના આ આઇડિયામાં રાજકારણ ઘૂસી જતાં આ મામલે બબાલ થઈ છે. 

offbeat news kerala christmas festivals Bharat national news