કેરલમમાં સ્કૂલ-ટીચરોએ કેમ રસ્તામાં બેસીને ઘાસ ખાઈને વિરોધ કર્યો?

09 August, 2026 02:03 PM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

કેરલમાં LPST રૅન્ક ધરાવતા શિક્ષકો ૩૪ દિવસથી નિયુક્તિપત્રની માગણી માટે વિરોધ કરી રહ્યા છે. સરકારની પ્રતિક્રિયા ન મળતાં કેટલાક ઉમેદવારોએ ભૂખહડતાળ બાદ રસ્તા પર ઘાસ ખાઈને વિરોધ કર્યો.

કેરલમમાં સ્કૂલ-ટીચરોએ કેમ રસ્તામાં બેસીને ઘાસ ખાઈને વિરોધ કર્યો?

કેરલમના તિરુવનંતપુરમના મંત્રાલયની બહાર લોઅર પ્રાઇમરી સ્કૂલ ટીચર (LPST) રૅન્ક ધરાવતા ટીચર્સ દ્વારા અનોખો વિરોધ ચાલી રહ્યો છે. આ શિક્ષકો લગભગ ૩૪ દિવસથી માગણી કરી રહ્યા છે કે જે ઉમેદવારોએ પબ્લિક સેક્ટર કમિશન (PSC)ની યાદીમાં રૅન્ક મેળવ્યો છે તેમને અપૉઇન્ટમેન્ટ લેટર તરત જ આપવામાં આવે. તેમનો આરોપ છે કે રૅન્ક-લિસ્ટમાં સ્થાન મેળવ્યા પછી પણ નોકરી માટેનો નિયુક્તિપત્ર તેમને નથી મળી રહ્યો. અનિશ્ચિતકાળથી તેઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે સરકારે આ બાબતે કંઈક કરવું જોઈએ. કેટલાક ઉમેદવારોએ તો તિરુવનંતપુરમના મંત્રાલયની બહાર ૧૦ દિવસથી ભૂખહડતાળ આદરી છે. એ પછી પણ સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવતાં ગઈ કાલે વિરોધ-પ્રદર્શન કરનારા લોકોએ રોડ પર લાઇનમાં બેસીને ઘાસ ખાધું હતું. 

kerala thiruvananthapuram news offbeat news hatke news