જૂનાં વેલ્વેટનાં કપડાંમાંથી બન્યાં છે આ પતંગિયાં

13 March, 2026 01:00 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

બારીક કલાકારી કરેલાં જૂનાં વેલ્વેટનાં કપડાં જે વેસ્ટમાં ફેંકી દેવામાં આવ્યાં હોય એમાંથી લૅરિસ પતંગિયાં બનાવે છે

આર્ટિસ્ટનું કહેવું છે કે દરેક પતંગિયાનું શિલ્પ એ જૂના ભુલાઈ ગયેલા બેકાર કપડાને પણ નવું જીવન આપે છે

ફૂલો પર ઊડતાં રંગબેરંગી પતંગિયાં ખૂબ જ યુનિક હોય છે, પરંતુ ટેક્સટાઇલ આર્ટિસ્ટ લૅરિસ બર્નહાર્ટે પતંગિયાંનાં સ્કલ્પ્ચર્સ તૈયાર કર્યાં છે. આ સંપૂર્ણપણે હૅન્ડમેડ અને હાથેથી સીવેલાં પતંગિયાં છે. લૅરિસબહેન ટેક્સટાઇલ આર્ટિસ્ટ છે.

બારીક કલાકારી કરેલાં જૂનાં વેલ્વેટનાં કપડાં જે વેસ્ટમાં ફેંકી દેવામાં આવ્યાં હોય એમાંથી લૅરિસ પતંગિયાં બનાવે છે. પતંગિયા પર કોમળ અને નાજુક ટેક્સ્ચર બનાવવા માટે તે ઍન્ટિક અને જૂનાં કપડાંના કલેક્શનના સ્ટોર્સમાંથી કચરો એકઠો કરી લાવે છે. એ વેસ્ટમાંથી રિયલ પતંગિયાં કરતાં અનેકગણી સાઇઝનાં પતંગિયાનાં શિલ્પો બનાવે છે જે મનમોહક તો છે જ, પરંતુ કપડાની આર્ટનો ગજબનો નમૂનો પણ છે. આર્ટિસ્ટનું કહેવું છે કે દરેક પતંગિયાનું શિલ્પ એ જૂના ભુલાઈ ગયેલા બેકાર કપડાને પણ નવું જીવન આપે છે.

offbeat news international news world news news