જ્યાં લોકો નવજીવન પામવા જાય એ હૉસ્પિટલને લાઇટિંગની ગરબડે લાશ હૉસ્પિટલ બનાવી દીધી

21 October, 2025 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૉસ્પિટલનું નામ ‘કૈલાશ હૉસ્પિટલ’ છે, પરંતુ કૈ શબ્દની લાઇટ ખરાબ હોવાથી એ અક્ષર પર અંધારું છવાઈ ગયું છે અને લાઇટમાં જે વંચાય છે એ છે ‘લાશ હૉસ્પિટલ’

જ્યાં લોકો નવજીવન મેળવવા આવે છે એ જગ્યાનું નામ જ લાશ થઈ ગયું? હવે કોણ ત્યાં જવાની હિંમત કરશે?

જાણીતા બિઝનેસમૅન હર્ષ ગોયનકા સોશ્યલ મીડિયા પર તેમના મજાકિયા અંદાજ માટે જાણીતા છે. તેઓ અવારનવાર કોઈક હટકે તસવીરો અને વિડિયો શૅર કરતા રહે છે. જોકે તાજેતરમાં તેમણે એક તસવીર પોસ્ટ કરી છે એ જોઈને ભલભલા લોકો પોતાનું હસવું રોકી શકે એમ નથી. ફોટોમાં એક હૉસ્પિટલની તસવીર છે. હૉસ્પિટલનું નામ લાઇટથી ઝગમગતું રાખવામાં આવ્યું છે, જોકે હોર્ડિંગમાં લગાવેલી લાઇટિંગમાં ગરબડને કારણે નામમાંથી એક અક્ષર ગાયબ થઈ ગયો છે. હૉસ્પિટલનું નામ ‘કૈલાશ હૉસ્પિટલ’ છે, પરંતુ કૈ શબ્દની લાઇટ ખરાબ હોવાથી એ અક્ષર પર અંધારું છવાઈ ગયું છે અને લાઇટમાં જે વંચાય છે એ છે ‘લાશ હૉસ્પિટલ’. હર્ષ ગોયનકાએ આ તસવીર શૅર કરીને મજાક કરી હતી અને સોશ્યલ મીડિયા પર લોકોનેય મજા પડી ગઈ હતી. જ્યાં લોકો નવજીવન મેળવવા આવે છે એ જગ્યાનું નામ જ લાશ થઈ ગયું? હવે કોણ ત્યાં જવાની હિંમત કરશે?

offbeat news social media national news india social networking site