13 November, 2025 12:27 PM IST | ludhiana | Gujarati Mid-day Correspondent
વાયરલ તસવીર
પંજાબના લુધિયાણામાં ઓમકાર નામની લૉટરીની દુકાનના માલિકે તાજેતરમાં ઢોલ-નગારાં વગાડીને વિજેતા ટિકિટધારકની શોધ ચલાવવાનું શરૂ કર્યું છે. એનું કારણ એ છે કે જે ટિકિટ-વિનરને એક કરોડ રૂપિયાનું ઇનામ લાગ્યું છે તે ભાઈ સામે ચાલીને આવી નથી રહ્યા. એટલું જ નહીં, ટિકિટ લેતી વખતે ખરીદદારે પોતાનાં નામ-નંબર પણ લખાવ્યાં નહોતાં. એને કારણે લૉટરીની દુકાનવાળા ભાઈએ વિજેતાની શોધ ચલાવવા ગામમાં ઢંઢેરો પીટવાનું શરૂ કર્યું છે. લૉટરીનો નંબર ૭૬૫૬ છે અને એ માટે ખરીદદારે ૨૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. લુધિયાણામાં હવે ઠેર-ઠેર ઢોલ-નગારાં વગાડીને લૉટરીની દુકાનવાળો આ નંબરની ટિકિટ કોની પાસે છે એની શોધ ચલાવી રહ્યો છે.