Love Brain: ગર્લફ્રેન્ડે એક જ દિવસમાં બોયફ્રેન્ડને કર્યા ૧૦૦ ફોન, ડૉક્ટર કહ્યું ‘આ’ છે બીમારી

24 April, 2024 10:11 AM IST  |  Beijing | Gujarati Mid-day Online Correspondent

દિવસમાં સેંકડો વખત ફોન અને મેસેજ કરવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ તેણે 100 વાર ફોન કર્યા બાદ મેસેજ કર્યો હતો, જ્યારે કોઈ જવાબ ન આવ્યો તો તેણે ઘરમાં હંગામો મચાવવાનું શરૂ કર્યું

પ્રતીકાત્મક તસવીર. તસવીર/પિક્સાબે

ચીનમાં એક 18 વર્ષની છોકરીને `લવ બ્રેઈન` (Love Brain) નામની અજબ-ગજબ બીમારી થઈ હોવાનું નિદાન થયું છે. પછી તેણીને ખબર પડી કે પ્રેમી પ્રત્યેનો તેનો પ્રેમ અને જુસ્સો તેના પર એટલી હદે હાવી થઈ ગયો હતો કે તેણીએ તેના પ્રેમીને ફક્ત એક કે બે વાર નહીં, પરંતુ દિવસમાં સેંકડો વખત ફોન અને મેસેજ કરવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ તેણે 100 વાર ફોન કર્યા બાદ મેસેજ કર્યો હતો, જ્યારે કોઈ જવાબ ન આવ્યો તો તેણે ઘરમાં હંગામો મચાવવાનું શરૂ કર્યું. તે બાલ્કનીમાંથી કૂદી જવાની ધમકી આપવા લાગી. પ્રેમીએ પોલીસને બોલાવવી પડી. મેડિકલ તપાસ બાદ જાણવા મળ્યું કે, યુવતી બોર્ડરલાઈન પર્સનાલિટી ડિસઓર્ડર (Love Brain)થી પીડિત હતી, જેને સામાન્ય રીતે લવ બ્રેઈન કહેવામાં આવે છે. જાણો શું છે આ રોગ અને કેવી રીતે થાય છે?

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, શિયાઓયુ નામની છોકરીનું આવું વિચિત્ર વર્તન તેના કૉલેજના દિવસોથી શરૂ થયું હતું, જ્યારે તે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. રિપોર્ટ અનુસાર, તે પોતાના બોયફ્રેન્ડ (Love Brain)ને સતત ડોમિનેટ કરતી હતી અને તેના પર એટલી ડિપેન્ડન્ટ બની ગઈ હતી કે તે તેની સાથે નાની-નાની વાતો શેર કરવા લાગી હતી. તે ક્યા છે? તે શું કરે છે? વધુ જાણવા માટે, તેણીએ દિવસમાં સેંકડો વખત ફોન અને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું.

પ્રેમીએ પોલીસ બોલાવવી પડી

પરિસ્થિતિ ત્યારે વધુ ખરાબ થઈ જ્યારે પ્રેમિકાએ તેના બોયફ્રેન્ડને એક જ દિવસમાં 100થી વધુ વખત ફોન કર્યો અને તેણે જવાબ ન આપ્યો, જેના કારણે તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી અને ઘરની વસ્તુઓને નુકસાન કરવા લાગી હતી. પોતાની સુરક્ષાના ડરથી પ્રેમીએ પોલીસને બોલાવવી પડી હતી. જ્યારે ઝિયાઓયુએ બાલ્કનીમાંથી કૂદવાની ધમકી આપી ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને છોકરીને કાબૂમાં કરી અને તેને હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેને લવ બ્રેઇનની બીમારી હોવાનું નિદાન થયું હતું.

લવ બ્રેઇન શું છે?

લવ બ્રેઈન એ મેડિકલ ટર્મ નથી, પરંતુ પ્રેમીઓ વચ્ચેના પ્રેમની વધુ ઉત્કટતા અને ઊંચાઈને લવ બ્રેઈન પરથી સમજી શકાય છે. કોઈનો પ્રેમ એટલો પ્રબળ બની જાય છે કે તે - તે વ્યક્તિને દરેક સમયે તેની સાથે જોવા માગે છે અને જો તે આસપાસ ન હોય તો તે ક્યાં છે અને તે શું કરી રહ્યો છે તે બધું જાણવા માગે છે. આ પ્રકારના બાધ્ય વર્તનને બોલચાલની ભાષામાં ‘લવ બ્રેઇન’ કહી શકાય. હવે ચીનની હૉસ્પિટલ, જ્યાં શિયાઓયુની સારવાર કરવામાં આવી રહી છે તેના ચિકિત્સક ડૉ. ડુ નાએ કહ્યું કે કેટલીકવાર આ પ્રકારની બીમારી ચિંતા, ડિપ્રેશન અને અન્ય સ્થિતિઓ સાથે થઈ શકે છે. ડૉ. ડુએ એમ પણ કહ્યું કે આવી પરિસ્થિતિઓ બાળપણમાં માનસિક તણાવ સાથે સંબંધિત હોઈ શકે છે.

ડુએ છોકરીની માદગીનું કારણ જાહેર કર્યું ન હતું, પરંતુ કહ્યું હતું કે તે ઘણીવાર એવા લોકોમાં થાય છે જેમણે બાળપણમાં તેમના માતાપિતા સાથે સ્વસ્થ સંબંધો રાખ્યા ન હતા. ડૉ. ડુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઝીઆઓયુ જેવા ગંભીર કેસોમાં સારવાર મહત્વપૂર્ણ છે.

china sex and relationships offbeat news international news