પહેલાં આશીર્વાદ લીધા અને પછી કાનનાં બુટિયાં ઝૂંટવી ગયો

26 April, 2026 02:05 PM IST  |  ludhiana | Gujarati Mid-day Correspondent

પલકવારમાં બહેને પહેરેલાં કાનનાં બુટિયાં ચોરીને પોતાના સાથી સાથે બાઇક પર રફુચક્કર થઈ જાય છે. 

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

લુધિયાણાની એક ઘટના વિચારવા પ્રેરે એવી છે. કોઈ અજાણી વ્યક્તિ એમ જ ઘર પાસે આવીને કંઈક પૂછે અને પછી પગે લાગીને આશીર્વાદ માગે એટલે તમે તેને સારો માણસ સમજી લો, પણ એ માણસ બીજી જ પળે તમારાં ઘરેણાં તફડાવી જઈ શકે છે. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ઘરની બહાર ઊભેલાં એક બહેન પાસે એક બાઇક ઊભી રહી છે, પાછળ બેઠેલો યુવાન મહિલાને પગે લાગીને કંઈક પૂછે છે અને પછી પલકવારમાં બહેને પહેરેલાં કાનનાં બુટિયાં ચોરીને પોતાના સાથી સાથે બાઇક પર રફુચક્કર થઈ જાય છે. 

offbeat news national news india Crime News ludhiana