21 February, 2026 01:24 PM IST | Bern | Gujarati Mid-day Correspondent
આ શર્ટ વાઇટ છે અને શર્ટના આગળના પૉકેટ પાસે ઇસ્ત્રીનો ધબ્બો પડેલો દેખાય છે
ઇસ્ત્રી કરતાં બળી ગયું હોય એવા ડાઘવાળું શર્ટ એક લક્ઝરી બ્રૅન્ડે એક લાખ રૂપિયામાં વેચવા કાઢ્યું છે. ભૂલથી ઇસ્ત્રી ચાલુ રહી ગઈ હોય અને કપડા પર અડધી મિનિટ માટે મૂકી રાખવામાં આવે તો કેવો ડાઘ ઊપસી આવે? જોકે કપડું બળવાની વાસ આવવી શરૂ થાય એ પહેલાં જ જો ઇસ્ત્રી હટાવી લો તો કપડું ફાટે નહીં પણ ડાઘ રહી જાય. બસ, આ સ્ટેજમાં જેવો ડાઘ પડે એ ડાઘ સાથેનું શર્ટ સ્વિટ્ઝરલૅન્ડની એક લક્ઝરી બ્રૅન્ડે વેચવા કાઢ્યું છે. આ શર્ટ વાઇટ છે અને શર્ટના આગળના પૉકેટ પાસે ઇસ્ત્રીનો ધબ્બો પડેલો દેખાય છે. આવા કપડાને આપણે ઘરમાં પણ પહેરવા ન કાઢીએ જે લક્ઝરી બ્રૅન્ડે ૧૧૩૯ ડૉલર એટલે કે લગભગ ૧,૦૩,૨૭૦ રૂપિયામાં વેચવા કાઢ્યું છે. આટલા ખરાબ લુકની કિંમત લાખો રૂપિયામાં?