12 April, 2026 12:27 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડ્રેસ
લક્ઝરી ફૅશનબ્રૅન્ડ બૅલેન્સિએગાએ ફરી એક વાર ક્રીએટિવિટીના નામે ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી છે. આ વખતે કંપનીએ શિપિંગ બૉક્સ એટલે કે કાર્ડબોર્ડ બૉક્સનો ડ્રેસ તૈયાર કર્યો છે. આ ડ્રેસ જોઈને લાગે છે કે મૉડલોએ ઍમૅઝૉન કે ફ્લિપકાર્ટ જેવા ઑનલાઇન શૉપિંગમાં આવતાં બૉક્સને કાપીને શરીરે પહેરી લીધાં છે. આપણે આ કાર્ડબોર્ડ બૉક્સને ફેંકી દઈએ છીએ અથવા તો રીસાઇકલ કરવા વેચીને દસ-વીસ રૂપિયા કમાઈ લઈએ છીએ, પણ બૅલેન્સિએગાનો આ ડ્રેસ ૮૯૦૦ ડૉલર એટલે કે લગભગ ૭.૫ લાખ રૂપિયાથી વધુની કિંમતનો છે. આવી ફૅશન પર હસવું કે રડવું?