જમીનમાં દટાયેલો ખજાનો શોધવા માટે ધરતી બલિ માગી રહી છે એમ કહીને દોસ્તની હત્યા કરી નાખી

16 July, 2026 03:10 PM IST  |  Raisen | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં અંધવિશ્વાસ અને લાલચમાં આવીને એક હત્યા કરી નાખવામાં આવી. ૭ જુલાઈએ વિજય સેન ઘરેથી નીકળ્યા હતા અને એ જ રાતે તેમની હત્યા થઈ ગઈ હતી. શબને ૧૦૦ મીટર દૂર ઑલરેડી ખોદી રાખેલા ખાડામાં દબાવી દેવામાં આવ્યું હતું.

જમીનમાં દટાયેલો ખજાનો શોધવા માટે ધરતી બલિ માગી રહી છે એમ કહીને દોસ્તની હત્યા કરી નાખી

મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં અંધવિશ્વાસ અને લાલચમાં આવીને એક હત્યા કરી નાખવામાં આવી. ૭ જુલાઈએ વિજય સેન ઘરેથી નીકળ્યા હતા અને એ જ રાતે તેમની હત્યા થઈ ગઈ હતી. પોલીસનું કહેવું છે કે વિજયની સાથે પ્રહ્‍લાદ નામનો તેનો દોસ્ત જમીનમાં દટાયેલો ખજાનો શોધવા માટે જંગલમાં ગયા હતા. જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ઑલરેડી પ્રહ્‍લાદનો દીકરો ટીકમ અને તાંત્રિક કરીમ ખાન મોજૂદ હતા. જંગલમાં જઈને નદી કિનારે તાંત્રિક અનુષ્ઠાન શરૂ થયું હતું. તંત્રમંત્ર સાથે ધૂપ અને અગરબત્તી સળગાવ્યા પછી અચાનક જ એક અવાજ સંભળાયો કે ધરતી ગરમ થઈ રહી છે, ખજાનો બલિ માગી રહ્યો છે. આ અવાજ આવતાં જ કરીમ ખાને કુહાડી ઉઠાવી અને વિજયની ગરદન પર વાર કરી દીધો. પ્રહ્‍લાદ અને તેના દીકરાએ વિજયને પકડી રાખ્યો હતો. આરોપ છે કે શબને ૧૦૦ મીટર દૂર ઑલરેડી ખોદી રાખેલા ખાડામાં દબાવી દેવામાં આવ્યું હતું. પોલીસે મોબાઇલ ફોનના લોકેશન અને કૉલ ડીટેલના રેકૉર્ડ પરથી આખી ગુત્થી સુલઝાવી હતી.

madhya pradesh murder case Crime News india offbeat news news