મદરેસામાં નેક્સ્ટ ધોરણમાં ઍડ્‍મિશન આપતાં પહેલાં છોકરીની વર્જિનિટી ટેસ્ટ કરાવવાની શરત મુકાઈ

27 October, 2025 02:00 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક મદરેસામાં ઍડ્‍મિશન લેવા માટે એક વિદ્યાર્થિની પાસેથી વર્જિનિટીનું સર્ટિફિકેટ માગવામાં આવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક મદરેસામાં ઍડ્‍મિશન લેવા માટે એક વિદ્યાર્થિની પાસેથી વર્જિનિટીનું સર્ટિફિકેટ માગવામાં આવ્યું હતું. છોકરીના પરિવારજનોએ આ રીતે દીકરીના ચરિત્ર પર સવાલ ઉઠાવતી શરમજનક શરત સામે વાંધો ઉઠાવ્યો તો મદરેસાના પ્રબંધકોએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું અને છોકરીને મદરેસામાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. આ ઘટના મુરાદાબાદના પાકબડા વિસ્તારમાં બનેલી જામિયા અસાનુલ ગર્લ્સ મદરેસાની છે. ચંડીગઢમાં રહેતી એક વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે તેની ૧૩ વર્ષની દીકરીને આગળની કક્ષામાં પ્રવેશ આપવા માટે મદરેસાના પ્રબંધકો દ્વારા વર્જિનિટીની ટેસ્ટ કરાવવાની શરત રાખવામાં આવી હતી. છોકરીના પિતાએ આ વિશે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તરત જ આ બાબતે તપાસ કરીને ઘટતાં પગલાં લેવાની બાંયધરી આપી હતી. 

offbeat news national news india uttar pradesh Crime News