મિલ્કશેકમાં સેવઈયાને બદલે મૅગી!

17 September, 2021 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેટિઝન્સ મૅગી પરના આ અખતરાથી અત્યંત નાખુશ અને નારાજ છે. તેઓ કહે છે કે ‘મિલ્કશેકમાં સેવઈયા હોય, મૅગી હોય?’ એક નેટિઝને લખ્યું, ‘ક્યા યાર, ઐસા ક્યોં?’ બીજા એક જણે તો લખી નાખ્યું, ‘અરે! પાપ હૈ યે!’

મિલ્કશેકમાં સેવઈયાને બદલે મૅગી!

મૅગીનું નામ સાંભળીને ભલભલાના મોઢામાં પાણી છૂટે એ કોઈ નવી વાત નથી, પરંતુ આ કોરોનાની મહામારીને લીધે લોકોને ખીણીપીણીની ડિશ સાથે અખતરા કરવાનો સમય મળી ગયો છે, જેનો ભરપૂર લાભ ઉઠાવીને અવનવી ડિશ પણ તૈયાર થાય છે. આમાં કેટલીક અજમાયશ વિચિત્ર પણ હોય છે.
નેટિઝન્સ અત્યાર સુધી મૅગી પાણીપૂરી, ઓરિયો મૅગી અને ચૉકલેટ મૅગીનો સ્વાદ માણી ચૂક્યા છે અને હવે સોશ્યલ મીડિયા પર મૅગી મિલ્કશેકનો ફોટો વાઇરલ થયો છે. ફોટોમાં મિલ્કશેકના ગ્લાસની ઉપર વેજિટેબલ મૅગીનું ટોપિંગ કરવામાં આવ્યું છે. નેટિઝન્સ મૅગી પરના આ અખતરાથી અત્યંત નાખુશ અને નારાજ છે. તેઓ કહે છે કે ‘મિલ્કશેકમાં સેવઈયા હોય, મૅગી હોય?’ એક નેટિઝને લખ્યું, ‘ક્યા યાર, ઐસા ક્યોં?’ બીજા એક જણે તો લખી નાખ્યું, ‘અરે! પાપ હૈ યે!’

offbeat news Gujarati food mumbai food indian food