મૅજિક જોઈને સચિન અને સારા તેન્ડુલકર ચોંકી ગયા, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

23 August, 2026 05:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મૅજિક સિંહે સોશિયલ મીડિયા પર આ સૅશનની ક્લિપ્સ શૅર કરી હતી, જેમાં તે સચિન અને સારા માટે ટે ઇન્ટરેક્ટિવ માઇન્ડ-રીડિંગ ટ્રિક્સ અને ક્લોઝ-અપ કાર્ડ ઈલુઝન કરતો જોવા મળ્યો હતો. પ્રદર્શન દરમિયાન, સચિન અને સારા મૅજિક સિંહે ટ્રિક્સ કેવી રીતે કરી તે સમજાવ્યું.

સચિન અને સારા તેન્ડુલકરે માણી મૅજિકની મજા

ક્રિકેટના દિગ્ગજ સચિન તેન્ડુલકર અને તેમની પુત્રી સારા તેન્ડુલકર તાજેતરમાં એક વાયરલ સોશિયલ મીડિયા વીડિયોમાં દેખાયા હતા. આ જોડીએ મૅજિક સિંહ સાથે જાદુ ઈવેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં વિવિધ કાર્ડ ટ્રિક્સ અને માઇન્ડ રીડિંગ પ્રયોગો દર્શાવવામાં આવ્યા હતા. સચિન અને સારા આ મૅજિક ટ્રિક્સ જોઈને આશ્ચર્યચકિત અને ઉત્સાહિત થઈ ગયા હતા.

કાર્ડ ટ્રિક્સ અને માઇન્ડ રીડિંગથી આશ્ચર્યચકિત

મૅજિક સિંહે સોશિયલ મીડિયા પર આ સૅશનની ક્લિપ્સ શૅર કરી હતી, જેમાં તે સચિન અને સારા માટે ટે ઇન્ટરેક્ટિવ માઇન્ડ-રીડિંગ ટ્રિક્સ અને ક્લોઝ-અપ કાર્ડ ઈલુઝન કરતો જોવા મળ્યો હતો. પ્રદર્શન દરમિયાન, સચિન અને સારા મૅજિક સિંહે ટ્રિક્સ કેવી રીતે કરી તે સમજવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. ઍ ટ્રિક્સ જોઈને સચિન અને સારા આશ્ચર્યચકિત અને ખુશ ગયા હતા. આ ટ્રિક્સ નજીકથી કરવામાં આવી હતી, જેમાં સચિન અને સારાની પ્રતિક્રિયાઓ સ્પષ્ટપણે જોવા મળી હતી. આ રિઍક્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેના પર લોકોએ પણ પ્રતિક્રિયા આપી છે.`

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો

મૅજિક સિંહ દ્વારા શૅર કરાયેલા વીડિયોઝ ઝડપથી ઇન્સ્ટાગ્રામ અને ઍક્સ જેવા પ્લેટફોર્મ પર વાયરલ થયા હતા. ચાહકોએ ખાસ કરીને સચિન તેન્ડુલકરની પ્રતિક્રિયાઓનો આનંદ માણ્યો. સચિન લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટ ટીમ માટે રમ્યો હતો.

પિલેટ્સ સ્ટુડિયોમાં ધૂમ મચાવી

સચિન તેન્ડુલકરે સારાના પિલેટ્સ સ્ટુડિયો પાછળની ટીમને પણ અભિનંદન આપ્યા. તેમણે મિત્રો સાથે પિલેટ્સ કરતો એક વીડિયો શૅર કર્યો અને જગ્યા ગોઠવવા બદલ સારાની પ્રશંસા કરી.

અહીં જુઓ સચિન અને સારાનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો

૫૩ વર્ષનો થયો માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર

ક્રિકેટજગતનો મહાન બૅટર સચિન તેન્ડુલકર આજે ૫૩  વર્ષનો થયો છે. ૬૬૪ મૅચોમાં ૧૦૦ સદી અને ૧૬૪ ફિફટીના આધારે સૌથી વધુ ૩૪,૩૫૭ રન કરનાર આ માસ્ટર બ્લાસ્ટરના અનેક રેકૉર્ડ આજે પણ અકબંધ છે. હાલમાં તેણે છત્તીસગઢના દંતેવાડામાં બાળકો વચ્ચે ઍડ્વાન્સમાં વર્ષગાંઠની ઉજવણી કરી હતી. સચિન તેન્ડુલકર ફાઉન્ડેશનની એક ઇવેન્ટ દરમ્યાન થયેલી આ ઉજવણીમાં સચિનની દીકરી સારા અને પુત્રવધૂ સાનિયા પણ હાજર રહી હતી.

માસ્ટર બ્લાસ્ટર પ્રાઇવેટ જેટમાં વહુ-દીકરી સાથે રમ્યો ક્રિકેટ

માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર હાલમાં રસપ્રદ વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં સચિન પ્રાઇવેટ જૅટમાં વહુ-દીકરી સાથે ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો. 
વીડિયોની કૅપ્શનમાં સચિને લખ્યું હતું, ‘ઍલ્ટિટયુડ (ઊંચાઈ) જો ભી હો, ઍટિટ્યુડ ચેન્જ નહીં હોના ચાહિએ.’ આ વીડિયોમાં સચિન ઊંધા બૅટથી બૅટિંગ કરીને વહુ સાનિયાની બોલિંગ માટે દીકરી સારાના હાથે કૅચઆઉટ થતો જોવા મળ્યો હતો. 

viral videos social media sachin tendulkar Sara Tendulkar offbeat news new delhi national news