✕

અમારું ગામ વેચવાનું છે, કોઈ અંબાણી-અદાણી ખરીદી લે

29 September, 2026 11:37 AM IST  |  Solapur | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના સોલાપુરનું તુલસી ગામ ૨૫ વર્ષથી જળસિંચાઈ યોજનાની રાહ જોઈ રહ્યું છે. ઓછા વરસાદથી પાણીની તંગી વધતાં ગામલોકોએ અનોખું આંદોલન શરૂ કર્યું છે. ગામની બહાર ‘અમારું ગામ વેચવાનું છે’નાં પોસ્ટર્સ લગાવ્યાં છે.

અમારું ગામ વેચવાનું છે

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આવેલું તુલસી ગામ ઘણા સમયથી પાણીની તંગીથી પરેશાન છે. લગભગ પચીસ વર્ષથી જળસિંચાઈની યોજનાઓ બની હોવા છતાં હજી સુધી આ ગામમાં પાણી પહોંચ્યું નથી. એમાં પાછું ઓછા વરસાદને કારણે પાણીનું સંકટ વધુ ઘેરું બન્યું છે. પરેશાન થઈને આખરે ગામલોકોએ જળસિંચાઈ યોજના આગળ વધે એ માટે આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલન માત્ર કાગળ પર અને 
વિરોધ-પ્રદર્શન સુધી સીમિત ન રહે એ માટે ગામલોકોએ અનોખી જાહેરાત કરી છે. પાણીની તંગીથી લોકો પોતાની જમીન જ નહીં, આખું ગામ વેચવા માગે છે. ગામની બહાર પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે, ‘અમારું ગામ વેચવાનું છે. કોઈ એને ખરીદી લો.’ આંદોલન કરનારા ગ્રામીણો કહે છે કે અમે ઇચ્છીએ છીએ કે કોઈ અંબાણી-અદાણી આવીને ગામ ખરીદી લે અને અમને પાણી ઉપલબ્ધ કરાવી આપે તો સારું.

maharashtra maharashtra news maharashtra government offbeat news hatke news