લગ્ન માટે બનાવેલા મંડપમાં પંખી ઈંડાં મૂકી ગયું, માલિકે કહ્યું કે હવે બચ્ચાં આવશે પછી જ મંડપ કાઢીશ

20 March, 2026 12:34 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનમાં એક મંડપવાળા ભાઈએ અનોખી માનવતા દાખવી હતી. તેમણે લગ્ન માટે એક આલીશાન ટેન્ટ લગાવ્યો હતો

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

રાજસ્થાનમાં એક મંડપવાળા ભાઈએ અનોખી માનવતા દાખવી હતી. તેમણે લગ્ન માટે એક આલીશાન ટેન્ટ લગાવ્યો હતો. લગ્નના સમારંભો ત્રણેક દિવસ ચાલ્યા. લગ્ન પૂરાં થતાં જ મંડપ ખોલવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ફરાસખાનાના માલિકને એક ખૂણે પંખીનાં ઈંડાં જોવા મળ્યાં. માલિકે તરત જ તેના કામગારોને ટેન્ટ એમ જ છોડી દેવાની સૂચના આપી દીધી. જો ઈંડાંને ત્યાંથી બીજે ખસેડવા માટે હાથ લગાવવામાં આવે તો પણ કદાચ પંખી એને ત્યજી દે. એવા સંજોગોમાં ન જન્મેલાં બચ્ચાંઓનો શો વાંક? માલિકે નક્કી કર્યું કે જ્યાં સુધી ઈંડાંમાંથી બચ્ચાં ન આવી જાય ત્યાં સુધી મંડપ તોડવામાં નહીં આવે. માલિકનું કહેવું છે કે ‘પંખી હોય કે માણસ, બન્નેને પોતાનાં સંતાનો માટે ખૂબ પ્રેમ હોય છે. જો હું પંખીનાં ઈંડાંને હટાવું કે દૂર કરું તો પંખીનાં બચ્ચાંઓનો કકળતો આત્મા મને બદદુઆ આપે.’

offbeat news rajasthan india national news