16 March, 2026 02:38 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઝારખંડના જમશેદપુરમાં એક માણસનું રસગુલ્લું ગળામાં ફસાઈ જવાને કારણે મૃત્યુ થયું હતું. મલિયંતા નામના ગામમાં લગ્નનો ભોજનસમારંભ ચાલી રહ્યો હતો. શુક્રવાર રાતની ઘટના છે. ૪૧ વર્ષના લલિત સિંહે આખું રસગુલ્લું ખાઈ લીધું. જોકે એ ગળામાં ફસાઈ ગયું. ન ગળામાંથી નીચે ઊતરે, ન બહાર કાઢી શકાય. આખું રસગુલ્લું ચાવ્યા વિના જ તેમણે ગળી લીધું હોવાથી એ ગળામાં એવી જગ્યાએ ફસાયું જ્યાં અન્નનળી અને શ્વાસનળી બન્નેના વાલ્વ હોય છે. એને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. પહેલાં તો વધુ પાણી પીને રસગુલ્લાને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો, પણ એનાથી તો વધુ તકલીફ થઈ. એ પછી તેમણે નીચા નમીને અને મોંમાં આંગળી નાખીને ફસાયેલું રસગુલ્લું કાઢવાની કોશિશ કરી, પણ એમાંય સફળતા ન મળી. શ્વાસ ન લઈ શકાતો હોવાથી તેઓ બેભાન થઈ ગયા. તેમને તરત જ તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં જવાયા, પરંતુ ડૉક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા. ડૉક્ટરનું કહેવું છે કે તેઓ નશામાં હતા અને બોલતાં-બોલતાં ખાઈ રહ્યા હતા એમાં આખું રસગુલ્લું ગળામાં જતું રહ્યું.