✕

દાદાએ ત્રીજા માળેથી પિચકારી મારી, એ થૂંક ડાયરેક્ટ હાઇપરટેન્શન વાયરને લાગતાં કરન્ટથી મૃત્યુ પામ્યા

25 October, 2026 12:04 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

વાયરમાંથી ૧૧,૦૦૦ વોલ્ટનો કરન્ટ પસાર થઈ રહ્યો હતો એટલે પિચકારી થકી એ બુઝુર્ગના શરીર સુધી પહોંચ્યો હતો. મોં જેવા સેન્સિટિવ ભાગથી કરન્ટ શરીરમાં પ્રવેશતાં તેમનાં ગલોફાં બહુ જ ખરાબ રીતે દાઝી ગયાં. મોઢામાં સોજો આવી જતાં શ્વાસ લેવાનું કઠિન થઈ ગયું.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના ગંજબાસૌદા નામના ગામમાં ૬૦ વર્ષના એક ભાઈને જ્યાં-ત્યાં પિચકારી મારવાની આદત મોંઘી પડી. આ વડીલ એક બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા હતા. વચ્ચે પોરો ખાવા માટે તેમણે ગુટકા ખાઈને એની પિચકારી બહાર મારી. એ વખતે તેઓ અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના ત્રીજા માળે હતા. પિચકારી ડાયરેક્ટ નીચે જવાને બદલે બિલ્ડિંગ પાસેથી પસાર થતા હાઇપરટેન્શન વાયર પર પડી. એ 

વાયરમાંથી ૧૧,૦૦૦ વોલ્ટનો કરન્ટ પસાર થઈ રહ્યો હતો એટલે પિચકારી થકી એ બુઝુર્ગના શરીર સુધી પહોંચ્યો હતો. મોં જેવા સેન્સિટિવ ભાગથી કરન્ટ શરીરમાં પ્રવેશતાં તેમનાં ગલોફાં બહુ જ ખરાબ રીતે દાઝી ગયાં. મોઢામાં સોજો આવી જતાં શ્વાસ લેવાનું કઠિન થઈ ગયું અને તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

madhya pradesh fire incident social media national news offbeat news india