મોહલ્લામાં બહુ ચોર આવતા હતા, વૉચમૅન રાખવાને બદલે ભાઈએ ફ્રી વાઇ-ફાઇ લગાવી દીધું

29 August, 2026 03:36 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયામાં એક ભાઈએ ચોરોના ત્રાસથી બચવા માટે કુદરતી રીતે જ ઘરની બહાર રખવાળી ગોઠવાઈ જાય એ માટે કેવો જુગાડ શોધ્યો એ અનુભવ શૅર કર્યો છે. તેનું કહેવું હતું કે તેના મોહલ્લામાં ચોરોનો ત્રાસ ખૂબ વધી ગયો હતો.

મોહલ્લામાં બહુ ચોર આવતા હતા, વૉચમૅન રાખવાને બદલે ભાઈએ ફ્રી વાઇ-ફાઇ લગાવી દીધું

સોશ્યલ મીડિયામાં એક ભાઈએ ચોરોના ત્રાસથી બચવા માટે કુદરતી રીતે જ ઘરની બહાર રખવાળી ગોઠવાઈ જાય એ માટે કેવો જુગાડ શોધ્યો એ અનુભવ શૅર કર્યો છે. તેનું કહેવું હતું કે તેના મોહલ્લામાં ચોરોનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. રાતના સમયે એ વિસ્તાર સૂમસામ રહેતો હોવાથી ચોરોને મોકળું મેદાન મળતું હતું. વૉચમૅનને રાખવાનો ખર્ચ વધુ આવતો હતો, કેમ કે આસપાસમાં એનો ખર્ચ વહેંચવાવાળું કોઈ નહોતું. આખરે તેણે પોતાના ઘરમાં જે વાઇ-ફાઇ લગાવ્યું હતું એને પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખવાને બદલે ફ્રી ફૉર ઑલ કરી દીધું. હવે રાતના સમયે જુવાનિયાઓ ફ્રી વાઇ-ફાઇ વાપરવા માટે તેના ઘરની બહાર બાઇક લઈને આવી જાય છે. મોડી રાત સુધી યુવાનો રહેતા હોવાથી હવે ચોરો પણ આ રસ્તો ભૂલી ગયા છે. 

offbeat news tech news technology news national news Crime News social media