હેલ્મેટ ન પહેરવા બદલ ટ્રાફિક-પોલીસ ચલાન કાપી રહી હતી ત્યારે દંડથી બચવા બ્લિન્કિટ પર હેલ્મેટ મગાવીને પહેરી લીધી

18 March, 2026 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેલ્મેટ ન પહેરવા બદલ ટ્રાફિક-પોલીસ ચલાન કાપી રહી હતી ત્યારે દંડથી બચવા બ્લિન્કિટ પર હેલ્મેટ મગાવીને પહેરી લીધી આ ભાઈએ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

સોશ્યલ મીડિયા પર એક મજેદાર વિડિયો વાઇરલ થયો છે. એમાં ટ્રાફિક-પોલીસ બાઇકચાલકોને એક સાઇડમાં કૉર્નર કરીને ચેકિંગ કરતી જોવા મળે છે. ઘણાબધા બાઇકચાલકો લાઇનમાં ઊભા છે ત્યારે એક બાઇકસવાર દંડથી બચવા મજાનો જુગાડ ખેલે છે. એ બાઇકસવારે હેલ્મેટ નહોતી પહેરી એટલે તેને દંડ થવાનો હતો. જોકે તેણે ત્યાંથી ભાગવાને બદલે ઝટપટ બ્લિન્કિટ પર હેલ્મેટ ઑર્ડર કરીને ગણતરીની મિનિટોમાં જ પહેરી લીધી હતી. પોલીસ સાથે દલીલ કરીને ત્યાંથી જવા દેવા માટે રિક્વેસ્ટ કરવી કે દંડ ભરવો એ બે ચૉઇસ હતી. જોકે બાઇકસવારે અનોખો જુગાડ કર્યો. તેણે બ્લિન્કિટ પરથી હેલ્મેટ ઑર્ડર કરીને ગણતરીની મિનિટોમાં રસ્તા પર જ હેલ્મેટ મગાવીને રોડની કિનારે ઊભા રહીને બૉક્સ ખોલીને પહેરી લીધી. આ ઘટના ક્યાંની છે એ વિશે સોશ્યલ મીડિયામાં કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ એમાં બ્લિન્કિટની જાહેરાત ઉપરાંત સેફ્ટી માટે હેલ્મેટ પહેરવાના નિયમના પાલનને પણ પ્રમોટ કરવામાં આવ્યું હોવાથી એની સરાહના થઈ રહી છે. 

offbeat news social media viral videos national news india indore