10 June, 2026 11:45 AM IST | China | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બીજિંગમાં શેન નામના ભાઈએ ૨૦૧૩માં એક અન્ડર-કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં એક ફ્લૅક બુક કરાવ્યો. ૩૪મા માળના ફ્લૅટ માટે તેમણે ૨૦૧૩માં જ ડાઉન પેમેન્ટ કરી દીધું હતું અને એ પછી નિયમિત હપ્તા પણ ભરવા લાગ્યો હતો. તેને ૨૦૧૫માં ફ્લૅટનું પઝેશન મળશે એવું કહેવામાં આવ્યું હતું, પણ પછી પ્રોજેક્ટ ડીલે થયો અને પઝેશનની તારીખ લંબાતી જ ગઈ. ૨૦૧૭માં તેને કહેવામાં આવ્યું કે બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગયું છે એટલે બાકીનું પેમેન્ટ કરી દેવામાં આવે. એ વખતે શેન ન નમ્યો. તેણે કહ્યું કે જ્યાં સુધી અપાર્ટમેન્ટની ચાવી નહીં મળે ત્યાં સુધી તે બાકીનું પેમેન્ટ નહીં કરે. શેન જ્યારે ૨૦૧૯માં બિલ્ડિંગ પર પહોંચી ગયો ત્યારે તેને ખબર પડી કે એમાં માત્ર ૩૨ માળ છે, જે ૩૪મા માળનો ફ્લૅટ ખરીદવા માટે તેણે પૈસા આપ્યા છે એ તો અસ્તિત્વ જ નથી ધરાવતો. શેન આ મામલો કોર્ટમાં ઘસડી જવા માગતો હતો પણ બિલ્ડરે કહ્યું કે તે ૩૨મા માળનો એક ફ્લૅટ રિપ્લેસમેન્ટ તરીકે આપી શકશે. શેન વિચારવા રહ્યો કે આ સોદો કરવો કે નહીં? બે મહિના પછી તે ૩૨મા માળના ફ્લૅટ માટે રાજી થયો ત્યારે એ રિપ્લેસમેન્ટ ફ્લૅટ પણ જતો રહ્યો હતો. હવે શેને તેના પૈસા પાછા માગ્યા છે, પણ બિલ્ડરે હાથ ઊંચા કરી દીધા છે.