04 January, 2026 12:34 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
વિવિધ બાબાજી
કલકત્તામાં બાબુઘાટ પાસે મકરસંક્રાન્તિ નિમિત્તે દર વર્ષે ગંગાસાગર મેળો ભરાય છે. આ મેળા માટે કેટલાય સાધુઓનું બાબુઘાટ પાસે આવવાનું શરૂ થઈ ગયું છે. અતરંગી આદતો ધરાવતા અને અચંબિત થવાય એ રીતે તપસાધના કરતા સાધુઓ આ વખતે બાબુઘાટ પર જોવા મળ્યા છે. ગઈ કાલે અહીં એક સાધુબાવા બીજા સાધુની ઉપર બેસીને સાધના કરતા જોવા મળ્યા હતા તો બીજા સાધુબાવા બંદરને લાડ લડાવી રહ્યા હતા.