16 May, 2025 01:51 PM IST | Mexico City | Gujarati Mid-day Correspondent
મેક્સિકોમાં ૨૩ વર્ષની માર્કેઝ નામની એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર
મેક્સિકોમાં ૨૩ વર્ષની માર્કેઝ નામની એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર બ્યુટી-પાર્લરમાં બેસીને લાઇવ સ્ટ્રીમિંગ કરી રહી હતી. એ જ વખતે કોઈ વ્યક્તિ ગિફ્ટ આપવાના બહાને સૅલોંમાં આવે છે અને માર્કેઝનું નામ બોલીને તેના પર એક પછી એક ત્રણ ગોળી ચલાવે છે અને યુવતી ત્યાં ટેબલ પર જ ઢળી પડે છે. માર્કેઝના મૃત્યુના લાઇવ સ્ટ્રીમિંગનો વિડિયો વાઇરલ થઈ ગયો છે. વિડિયોમાં માર્કેઝ તેના સૉફ્ટ ટૉયને પકડીને ફૉલોઅર્સ સાથે વાત કરતી હોય છે. એ જ વખતે સામેથી કોઈ આવે છે અને સૌથી પહેલી ગોળી તેના પેટમાં મારે છે. તે નીચે વળીને પેટ તરફ જુએ છે ત્યાં તેના માથા પર બીજી બે ગોળી વાગે છે અને યુવતી ઢળી પડે છે. ગોળી ચલાવનાર વ્યક્તિ એ પછી મોબાઇલ હાથમાં લે છે જેમાં તેનો ચહેરો લાઇવ સ્ટ્રીમિંગમાં દેખાઈ જાય છે.