✕

અમેરિકામાં રહેતી ચીની બિઝનેસવુમન ૪ મહિનાના દીકરાને સુવડાવવા હનુમાન ચાલીસા સંભળાવે છે

28 September, 2026 01:46 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

નેટફ્લિક્સના ‘માઇન્ડ યૉર મૅનર્સ’ની હોસ્ટ સારા જેન હો કહે છે કે તેનો દીકરો ચીડચીડિયો થાય, રડે કે ઉધામા કરે ત્યારે તે હનુમાન ચાલીસા વગાડે છે. સારા મુજબ હનુમાન ચાલીસા સાંભળતાં દીકરો તરત શાંત થઈ બે મિનિટમાં સૂઈ જાય છે.

સારા જેન હો

નેટફ્લિક્સ પર પ્રસારિત થતા ‘માઇન્ડ યૉર મૅનર્સ’ નામના શોની હોસ્ટ સારા જેન હો ઇન્ટિમેટ કૅર સૉલ્યુશન્સ આપતી કંપનીની કો-ફાઉન્ડર પણ છે. કૅલિફૉર્નિયાના સૌથી મોટા શહેર લૉસ ઍન્જલસમાં રહેતી સારાએ તાજેતરમાં પોતાના દીકરાને સુવડાવવાની ટ્રિક શૅર કરી હતી. તે કહે છે, ‘જ્યારે પણ મારો દીકરો ચીડચીડિયો થઈ જાય, રડારોળ કરે કે પછી ઉધામા કરે તો હું હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કરી દઉં છું. એ સાંભળીને દીકરો તરત શાંત થઈ જાય છે અને બે જ મિનિટમાં સૂઈ પણ જાય છે.’

netflix united states of america china offbeat news hatke news