એક વાંદરાએ ૩ મહિનાના બાળકને દોઢ કલાક સુધી બાનમાં રાખ્યું

24 April, 2026 12:56 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના ચરથાવલ કસબામાં એક વાંદરાએ ત્રણ મહિનાના બાળકને બાનમાં લઈ લીધું હતું. ઘરની અંદર સૂતેલા બાળકની પાસે જઈને એ વાંદરો બેસી ગયો હતો અને કોઈ પણ તેની નજીક જાય તો તે ઘૂરકિયાં કાઢીને ભગાડી દેતો હતો.

એક વાંદરાએ ૩ મહિનાના બાળકને દોઢ કલાક સુધી બાનમાં રાખ્યું

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના ચરથાવલ કસબામાં એક વાંદરાએ ત્રણ મહિનાના બાળકને બાનમાં લઈ લીધું હતું. ઘરની અંદર સૂતેલા બાળકની પાસે જઈને એ વાંદરો બેસી ગયો હતો અને કોઈ પણ તેની નજીક જાય તો તે ઘૂરકિયાં કાઢીને ભગાડી દેતો હતો. તેણે કેટલીયે વાર બાળકના પેટ પર હાથ અને માથું પછાડ્યા હતા. લોકો વાંદરાને ભગાડવાની કોશિશ કરતા રહ્યા પણ તેમને સફળતા છેક દોઢ કલાકે મળી. પરિવારજનોની રોકકળ પછી તેને બચાવવા માટે સની નામનો સ્થાનિક પશુપ્રેમી મદદે આવ્યો. તેણે બહુ સૂઝબૂઝ વાપરીને વાંદરાનું ધ્યાન બીજે ભટકાવવાની કોશિશ કરી. સારી વાત એ હતી કે વાંદરો માસૂમ બાળકને ઈજા પહોંચાડવા, મારવા કે ઉપાડી જવાની કોશિશ નહોતો કરી રહ્યો. તે તો એ બાળકને પોતાનું બચ્ચું સમજીને તેને ચીપકીને બેઠો હતો. જોકે બાળકને છોડાવવા તેની નજીક જનારા ત્રણથી ચાર જણને તેણે બચકું ભરી લીધું હતું. સનીએ વાંદરાનું ધ્યાન બીજે ભટકાવીને બાળકને પોતાની પાસે સેરવી લીધું હતું. 

offbeat news uttar pradesh muzaffarnagar national news india social media Bharat