21 December, 2025 12:42 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના એક ગામમાં રહેતી ચાર બાળકોની માતા પ્રેમી સાથે ભાગી ગઈ એની પોલીસ-ફરિયાદ પતિએ તાજેતરમાં નોંધાવી હતી. પત્નીનો પ્રેમી બીજો કોઈ નહોતો, પણ સંબંધમાં તેનો કાકોસસરો જ હતો. થોડા દિવસ પહેલાં મહિલા તેની સૌથી નાની ૬ વર્ષની દીકરીને લઈને કાકાસસરા સાથે ફરાર થઈ ગઈ હતી. કાકાસસરાની પત્નીનું થોડાં વર્ષો પહેલાં મૃત્યુ થઈ ચૂક્યું છે. પતિ અને પરિવારજનોએ પહેલાં તો સગાંસંબંધીઓને ત્યાં ફોન કરીને અને શક્ય હોય એવી તમામ જગ્યાએ મહિલાની તપાસ કરી હતી, પરંતુ ક્યાંય અતોપતો ન મળતાં આખરે પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.