પાનખરમાં ખરેલાં વૃક્ષોનાં પાનમાંથી હાથેથી સીવીને બને છે ટકાઉ કુદરતી ડ્રેસ

15 March, 2026 09:39 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ ડ્રેસ ઇકો-ફ્રેન્ડ્લી હોવા ઉપરાંત ટકાઉ અને ખરેખર પહેરી શકાય એવો છે. નેચર આર્ટ અને ફૅશનનું કૉમ્બિનેશન રીડ્યુસ, રીયુઝ, રીસાઇકલ અને રીપર્પઝ એમ ૪ સ્તંભો પર કામ કરે છે.

વૃક્ષોનાં પાનમાંથી હાથેથી સીવીને બને છે ટકાઉ કુદરતી ડ્રેસ

આર્ટમાં પણ સસ્ટેનેબિલિટી બાબતે ખૂબ જાગૃતિ વધી ગઈ છે. કલાના સર્જનમાં પણ કોઈ કુદરતી સંસાધનોનો બગાડ ન થાય અને બગડી રહેલાં કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને નયનરમ્ય કલાત્મક નમૂનાનું સર્જન કરવું જોઈએ એવા સંદેશા સાથે કામ કરતી ફાઇન આર્ટ્સની સ્ટુડન્ટ અમાન્ડા મેયરે નવી ટેક્સટાઇલ આર્ટની શોધ કરી છે. અમાન્ડા પાનખરમાં ઝાડ પરથી પાકીને ખરી પડેલાં પાંદડાંઓમાંથી પહેરી શકાય એવો ડ્રેસ બનાવે છે. એને નામ આપ્યું છે નેચર ડ્રેસ. પાકીને તૂટી પડેલાં પાંદડાં ફાટી-તૂટી જાય તો ડ્રેસ પણ નકામો થઈ જાય. એવું ન થાય એ માટે પત્તાં પર તે ખાસ ટ્રીટમેન્ટ કરે છે. પાંદડાંને મજબૂત બનાવવા માટે પાકેલાં પાનને ગ્લિસરીનમાં બોળી રાખવામાં આવે છે. એનાથી પાંદડાનું ટેક્સ્ચર થોડુંક જાડું થઈ જાય છે. એ પછી એક-એક પાંદડાને આયર્ન કરીને સૂકવીને મજબૂત પરંતુ લચીલું બનાવાય છે. એ પછી કપડાને મૅચિંગ થતા દોરા વડે એને સીવવામાં આવે છે. આ ડ્રેસ ઇકો-ફ્રેન્ડ્લી હોવા ઉપરાંત ટકાઉ અને ખરેખર પહેરી શકાય એવો છે. નેચર આર્ટ અને ફૅશનનું કૉમ્બિનેશન રીડ્યુસ, રીયુઝ, રીસાઇકલ અને રીપર્પઝ એમ ૪ સ્તંભો પર કામ કરે છે.

offbeat news fashion news fashion international news environment