રાતે ચોરી કરવા દુકાનમાં ઘૂસેલો ચોર AC ચાલુ કરીને ૬ કલાક સૂઈ ગયો

21 April, 2026 01:34 PM IST  |  Navsari | Gujarati Mid-day Correspondent

જોરદાર ગરમી પડી રહી છે ત્યારે ચોરને પણ ચોરી કર્યા પછી ઑફિસમાં લાગેલું AC જોઈને આરામ કરવાનું મન થઈ ગયું. આ ઘટના નવસારીમાં એક ઍડ એજન્સીમાં બની છે. થોડા દિવસ પહેલાં મોડી રાતે એક ચોર ઍડ એજન્સીનું તાળું તોડીને દુકાનમાં ઘૂસ્યો હતો.

રાતે ચોરી કરવા દુકાનમાં ઘૂસેલો ચોર AC ચાલુ કરીને ૬ કલાક સૂઈ ગયો

જોરદાર ગરમી પડી રહી છે ત્યારે ચોરને પણ ચોરી કર્યા પછી ઑફિસમાં લાગેલું AC જોઈને આરામ કરવાનું મન થઈ ગયું. આ ઘટના નવસારીમાં એક ઍડ એજન્સીમાં બની છે. થોડા દિવસ પહેલાં મોડી રાતે એક ચોર ઍડ એજન્સીનું તાળું તોડીને દુકાનમાં ઘૂસ્યો હતો. તેણે ગલ્લામાંથી ૬૪,૦૦૦ રૂપિયા અને થોડી ચાંદીની ચીજો તફડાવી અને પછી ગરમી લાગતી હોવાથી ઑફિસનું AC શરૂ કરીને બેઠો. તેને ત્યાં જ ઊંઘ આવી ગઈ. ૬ કલાકની ઊંઘ પૂરી કરીને ભાઈ વહેલી સવારે દુકાનમાંથી નીકળ્યા હતા. રાતે ૧૦.૨૬ વાગ્યે તે દુકાનમાં ઘૂસેલો અને સવારે ૪.૫૩ વાગ્યે તે બહાર નીકળ્યો હતો. CCTV કૅમેરામાં તેની તમામ હરકતો કેદ થઈ ગઈ છે એટલે પોલીસે તેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી દીધી છે. 

offbeat news navsari gujarat news gujarat national news