દિલથી હિન્દુસ્તાની એવા નેધરલૅન્ડ્સવાસીઓએ વારલી આર્ટમાં બનાવી રામાયણ

19 May, 2026 11:48 AM IST  |  Netherlands | Gujarati Mid-day Correspondent

આ યુગલનું કહેવું છે કે તેમણે નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું એનાથી પ્રેરણા લઈને આ કામ કર્યું હતું

યુગલે રચેલા આર્ટવર્કમાં રામાયણની મહત્ત્વની ઘટનાઓનાં દૃશ્યો વારલી આર્ટ દ્વારા દોરવામાં આવ્યાં છે

બિહારના મુઝફ્ફરપુરનાં જયંત શાંડિલ્ય અને રુચિ સૌમ્યા વર્ષોથી નેધરલૅન્ડ્સ રહે છે. તેમણે વિદેશમાં રહીને પણ પોતાની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડાયેલા રહેવાનું અદ્ભુત ઉદાહરણ રજૂ કર્યું છે. જયંત અને રુચિએ મળીને મહારાષ્ટ્રની પારંપરિક વારલી આર્ટના માધ્યમથી આખી રામાયણ રચી છે. આ યુગલનું કહેવું છે કે તેમણે નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું એનાથી પ્રેરણા લઈને આ કામ કર્યું હતું. યુગલે રચેલા આર્ટવર્કમાં રામાયણની મહત્ત્વની ઘટનાઓનાં દૃશ્યો વારલી આર્ટ દ્વારા દોરવામાં આવ્યાં છે. રાજા દશરથે યજ્ઞ કર્યો અને ભગવાન રામનો જન્મ થયો ત્યારથી રામના બાળપણથી લઈને રામના દેહત્યાગ સુધીની તમામ ઘટનાઓને વારલી આર્ટ દ્વારા તાદૃશ્ય કરવામાં આવી છે. વારલી આર્ટ થકી તેમણે ભારતીય પૌરાણિક કથાઓ પ્રતિ વિદેશમાં પણ જાગૃતિ આવે એ માટે પ્રયાસ કર્યો છે. 

muzaffarnagar bihar netherlands offbeat news international news world news news ramayan culture news art exhibition