✕

સૌથી લાંબો સમય નાચવાનો રેકૉર્ડ બનાવ્યા પછી પણ ૯ કલાક સુધી ડાન્સ કરતો રહ્યો આ યુવાન

05 October, 2026 03:49 PM IST  |  Lagos | Gujarati Mid-day Correspondent

બેન્જામિને લાગોસના ફ્રીડમ પાર્કમાં આ ડાન્સ-મૅરથૉન યોજી હતી જે દિવસ-રાત ચાલી હતી

બેન્જામિન ડૅનિયલ

નાઇજીરિયાના બેન્જામિન ડૅનિયલ નામના ૩૩ વર્ષના યુવાને રેકૉર્ડ બનાવવા માટે ડાન્સિંગ-મૅરથૉન શરૂ કરી હતી. તેનો ટાર્ગેટ હતો સૌથી લાંબી ડાન્સ-મૅરથૉનનો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરવાનો. આ માટે તેણે જૂનો ૧૬૮ કલાક ડાન્સ કરવાનો રેકૉર્ડ તોડવાનો હતો. બેન્જામિને લાગોસના ફ્રીડમ પાર્કમાં આ ડાન્સ-મૅરથૉન યોજી હતી જે દિવસ-રાત ચાલી હતી. આ દરમ્યાન વચ્ચે વૉશરૂમ-બ્રેક સિવાય કોઈ જ વિરામ લેવાનું અલાઉડ નહોતું. બૅન્જામિન ફ્રી-સ્ટાઇલ ઍફ્રોબીટ્સ ડાન્સ કરી રહ્યો હતો જેમાં તે ક્યારેક ખૂબ જ એનર્જેટિક મૂવ્સ કરતો અને જ્યારે થાકતો ત્યારે બૉડીની સૂક્ષ્મ અને હળવી મૂવમેન્ટ કરીને વણકહ્યો આરામ પણ કરી લેતો હતો. રેકૉર્ડ બનાવવા માટે તેને દર કલાકે માત્ર પાંચ મિનિટ આરામ કરવાની પરવાનગી હતી. આ દરમ્યાન તે માત્ર લિક્વિડ ડાયટ લેતો હતો જેથી ડીહાઇડ્રેશન ન થાય અને એનર્જી જળવાયેલી રહે. લગાતાર ૭ દિવસ ચાલેલા આ મહોત્સવમાં તેણે અલગ-અલગ પરંપરાગત વસ્ત્રો બદલ્યાં હતાં અને વચ્ચે-વચ્ચે આફ્રિકાના લોકનૃત્યની સાથે ફુજી, જૅઝ અને જૂક જેવાં ડાન્સ-ફૉર્મ્સ પર પણ ડાન્સ કર્યો હતો.

૨૦૨૩માં ભારતની સૃષ્ટિ સુધીર નામની યુવતીએ ૧૨૭ કલાક લગાતાર ડાન્સ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. આ મૅજિક ફીગર અચીવ થઈ ગયો એ પછી બેન્જામિન વધુ જોશમાં આવી ગયો હતો. તેણે સતત ૭ દિવસ એટલે કે ૧૬૮ કલાક ડાન્સ કર્યો હતો. જોકે હજી સુધી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ દ્વારા તેને સૌથી લાંબા કલાકો નૃત્ય કરનારા ડાન્સર તરીકેનું પ્રમાણ મળવાનું બાકી છે.

nigeria guinness book of world records offbeat news international news world news news