14 January, 2026 02:26 PM IST | Odisha | Gujarati Mid-day Correspondent
સુમિતકુમાર
ઓડિશાના રાઉરકેલામાં રહેતા ઍથ્લીટ સુમિતકુમારે લગાતાર ૪૮ કલાક મૅન્યુઅલ ટ્રેડમિલ પર ચાલવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. ૪૮ કલાકમાં તેણે કુલ ૨૦૧.૫ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ પહેલાં સુમિતે ૧૨ કલાક લગાતાર દોડવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. ફિટનેસ, માનસિક સ્વાસ્થ્ય અને મજબૂત મનોબળનો સંદેશ આપવા માટે સુમિતે આ ચૅલેન્જ ઉઠાવી હતી. ૪૮ કલાક ટ્રેડમિલ પર દોડવાના આ કારનામાને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની માન્યતા મળી ગઈ છે.