02 February, 2026 12:57 PM IST | Odisha | Gujarati Mid-day Correspondent
જગન્નાથ
ઓડિશાના ફેમસ જગન્નાથ ભગવાનના પરંપરાગત સ્વરૂપમાં મૉડર્ન ટચ આપીને એક અનોખું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો છે બૅન્ગલોરના મૂર્તિકાર કલ્યાણ રાઠોડે. આ કલાકાર કન્ટેમ્પરરી શિલ્પકાર છે. મતલબ કે મૉડર્ન અને આજના સમયની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને કંઈક નવતર પ્રયોગાત્મક શિલ્પો કલ્યાણ રાઠોડ બનાવે છે. તાજેતરમાં તેમણે ભગવાન જગન્નાથનું કન્ટેમ્પરરી શિલ્પ બનાવ્યું છે જે દોઢ કરોડ લોકો જોઈ ચૂક્યા છે. આ મૂર્તિ સામાન્ય રીતે બનતી જગન્નાથજીની પરિકલ્પનાથી બિલકુલ અલગ છે. આ મૂર્તિ રીસાઇકલ અને સ્ક્રૅપ મટીરિયલનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. શિલ્પકારે ભગવાન જગન્નાથજીના પરંપરાગત સ્વરૂપને નવા જ અંદાજમાં રજૂ કર્યું છે જે કલાપ્રેમીઓ અને પ્રભુભક્તોને પસંદ આવ્યું છે.