14 September, 2025 02:32 PM IST | Odisha | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઓડિશાના કંધમાલ જિલ્લાની સેવાશ્રમ સ્કૂલની હૉસ્ટેલમાં એક તોફાની સ્ટુડન્ટની મજાક ૮ વિદ્યાર્થીઓ પર ભારે પડી ગઈ હતી. તેણે બધા સૂતા હતા ત્યારે ૮ વિદ્યાર્થીઓની આંખ પર ફેવીક્વિક નાખી દીધું હતું. એને કારણે સ્ટુડન્ટ્સની આંખો ચીપકી ગઈ. આ ઘટના શુક્રવારે રાતે બધા સૂતા હતા ત્યારે થઈ હતી. વિદ્યાર્થીઓ ઊઠ્યા ત્યારે તેમની આંખો ખૂલી જ નહોતી શકતી. હૉસ્ટેલના અધિકારીઓ વિદ્યાર્થીઓને હૉસ્પિટલ લઈ આવ્યા અને આંખ પરથી ફેવીક્લિવક રીમૂવ કરવામાં આવ્યું હતું. આમ તો આવા ગુંદરથી આંખને ખૂબ નુકસાન પહોંચી શકે છે, પણ વિદ્યાર્થીઓને સમયસર સારવાર મળી જતાં દૃષ્ટિને હાનિ થતાં બચી ગઈ હતી.