ચિપ્સના પૅકેટમાંથી નીકળેલા રમકડામાં ધડાકો થયો, ૮ વર્ષના બાળકની આંખ બહાર નીકળી ગઈ

15 January, 2026 09:51 AM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

ઑડિશાના બલાંગીર જિલ્લાના શગડઘાટ ગામમાં ચિપ્સના પૅકેટની સાથે આવતા ફ્રી રમકડાએ ૮ વર્ષના બાળકની આંખ ખરાબ કરી નાખી હતી

ઑડિશાના બલાંગીર જિલ્લાના શગડઘાટ ગામમાં ચિપ્સના પૅકેટની સાથે આવતા ફ્રી રમકડાએ ૮ વર્ષના બાળકની આંખ ખરાબ કરી નાખી હતી

ઑડિશાના બલાંગીર જિલ્લાના શગડઘાટ ગામમાં ચિપ્સના પૅકેટની સાથે આવતા ફ્રી રમકડાએ ૮ વર્ષના બાળકની આંખ ખરાબ કરી નાખી હતી. વાત એમ હતી કે ટ્યુશન પરથી પાછા આવતી વખતે બાળકે ગામની દુકાન પરથી ચિપ્સનું પૅકેટ ખરીદ્યું હતું. તે ઘરે પૅકેટ લઈને આવ્યો અને રસોડામાં ખાવાનું બનાવતી મા પાસે ગયો. મા ગૅસ પર કંઈક ખાવાનું મૂકીને થોડીક વાર માટે બહાર ગઈ. એ દરમ્યાન બાળક ચિપ્સનું પૅકેટ લઈને અંદર ગયો. અચાનક તેના હાથમાંથી પૅકેટ છૂટી ગયું અને એ ગૅસના સંપર્કમાં આવતાં જ ફાટી ગયું. ફાટવાની તીવ્રતા એટલી વધુ હતી કે એમાં આવેલું રમકડું પણ ફાટ્યું અને ઊડીને બાળકની ડાબી આંખની અંદર ઘૂસી ગયું એટલે આંખનો ડોળો બહાર આવી ગયો. તરત તેને ડૉક્ટર પાસે લઈ જવાયો, પરંતુ આંખ એટલી ડૅમેજ થઈ ચૂકેલી કે હવે તે એ આંખે જોઈ નહીં શકે.

offbeat news national news india odisha